ફક્ત 10 દિવસમાં કચ્છના માંડવીમાં રહેતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના થયા કરુણ મોત -જાણો શું છે કારણ ?

Published on: 12:35 pm, Thu, 7 January 21

ઘણીવાર કુદરતે કોઇ પરિવાર સાથે ખુબ અન્યાય કર્યો હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના કચ્છમાં આવેલ માંડવીમાંથી સામે આવી રહી છે. માંડવીના ખારવા સમાજના એક પરિવારમાં એક દુ:ખદ ઘટના બનતા સમગ્ર સમાજમાં ગમગીની છવાઇ ગઈ હતી.

માત્ર 10 દિવસની અંદર સૌપ્રથમ પિતા તેમજ ત્યારપછી પત્ની-પુત્રના મોત થતાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. 28 ડિસેમ્બરે 68 વર્ષીય શશીકાંતભાઇ દેવીશીભાઇ વાસ્તાનું નિધન થયું હતું. જેનો આઘાત 62 વર્ષીય પત્ની શાંતાબેન શશીકાંત વાસ્તા જીરવી ન શકતા 5 દિવસ પછી 2 જાન્યુઆરીએ તેમને હાર્ટ એટેક આવતા અંતિમ શ્વાસ લીધા હતા.

પરમાત્મા આટલાથી ન અટકી જતા પરિવાર પર આભ ફાટ્યુ હોય પુત્રનું પણ મોત નિપજ્યું હતું. પિતા તથા માતાના અવસાનની ઘટના સહન ન થતા 44 વર્ષીય પુત્ર અજય શશીકાંત પાસ્તા 6 જાન્યુઆરીએ હાર્ટ એટેકને કારણે નિધન થતા સમગ્ર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

ફક્ત 10 દિવસના ટૂંકા સમયગાળામાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા હતા. શહેરની લક્ષ્મી ટોકીઝ નજીક 4 દાયકાથી સોડા શરબતનો વ્યવસાય કરતા શશીકાંત વાસ્તા લોકોમાં પ્રખ્યાત વ્યક્તિ હતા. જેને કારણે સમગ્ર સમાજમાં માહોલ ફરી વળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle