પિતાના મોબાઇલમાં પોતાની જ પુત્રીના બીભત્સ ફોટા મોકલીને 10 લાખ રૂપિયાની કરી માંગણી, ત્રણ વ્યક્તિની ધરપકડ

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

મોરબીમાં એક યુવતીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કરી દેવાની ધમકી આપીને યુવતીના પિતા પાસે રૂપિયા 10 લાખની ખંડણી મંગાતા ચકચાર મચી ગઇ છે. જો કે યુવતીના પિતાએ આ અંગે પોલીસને જાણ કરતા ત્રણ શખ્સની ધરપકડ કરી લેવાય છે.

10 લાખ નહીં આપે તો તારી દીકરીના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશું:

દેશભરમાં થઈ રહેલા સ્ત્રી સશક્તિકરણ અને બળાત્કારોના બનાવો વચ્ચે મોરબીમાં એક શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. મોરબીની એક અપરિણીત યુવતીના બીભત્સ ફોટા તે યુવતીના પિતાને વોટસએપ પર મળ્યા હતા. ફોટા મળ્યા બાદ અજાણ્યા નંબર પરથી વોટસએપ કોલ આવ્યો હતો અને યુવતીના પિતાને જો રૂપિયા 10 લાખ નહીં આપે તો તેની દીકરીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કરી દેવાની ધમકી આપી હતી. યુવતીના પિતાએ તેમના નજીકના સગાને આ અંગે વાત કરી હતી અને તેમની મદદથી તેઓ એ ડિવિઝન પોલીસ પાસે પહોંચ્યા હતા.

પોલીસે પુત્રીનું કે પિતાનું નામ જાહેર ન થાય તેવી ખાતરી આપી હતી

પોલીસે યુવતીના પિતાને માનસિક હૈયાધારણા આપી અને તેમનું કે, તેમની પુત્રીનું નામ જાહેર ન થાય તેવી ખાતરી આપતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નંબરના આધારે રૂપિયા 10 લાખની ખંડણી માંગનાર મિતેન અરૂણ આશર, શહેઝાદ કાળુ પરમાર અને શાહરુખ જબ્બાર ભટ્ટીને ઝડપી લીધા હતા. આરોપી શાહરૂખે મિતેનના મોબાઈલમાંથી યુવતીના ફોટા લઈ યુવતીના પિતાને મોકલ્યા હતા અને ધમકી આપી પૈસાની માગણી કરી હતી. પોલીસે આ ત્રણેય શખ્સો પાસેથી મોબાઇલ કબ્જે કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *