ડૂબતી બહેનને બચાવવા ભાઈએ લગાવી કેનાલમાં છલાંગ અને બંને સંતાનોને ડૂબતા જોઈ પિતા પણ કુદી ગયા

હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં કચ્છના ભચાઉ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક સાથે ત્રણ લોકો ડૂબ્યા છે. જેમાં એક વ્યક્તિનું મોત…

હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં કચ્છના ભચાઉ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક સાથે ત્રણ લોકો ડૂબ્યા છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે લોકોની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. આ દરમિયાન ભચાઉ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અન્ય બે લોકોની શોધખોળ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યાની આસપાસ કચ્છના ભચાઉના લોધેશ્વર નજીકથી પસાર થતી કોળી પરિવારના ત્રણ સભ્યો પિતા, પુત્ર અને પુત્રી નર્મદા કેનાલમાં ડૂબ્યા હતા.

જેમાં કોળી પરિવારના બે સંતાનોમાંથી છોકરીને તરસ લાગતા તે પાણી પિવા માટે નર્મદા કેનાલ પાસે ગઈ હતી. આ દરમિયાન તેની સાથે તેનો ભાઈ પણ ગયો હતો. પરંતુ અચાનક છોકરીનો પગ લપસી જતા તે વહેતા પાણીમાં તણાઈ ગઈ હતી. આ જોતો છોકરીના ભાઈએ બુમાબુમ કરી હતી અને તેની બહેનને બચાવવા માટે તે પણ નર્મદા કેનાલમાં કુદી પડ્યો હતો.

પુત્રની બુમો સાંભળી પિતા માનસંગ કોળી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને પુત્ર અને પુત્રીને બચાવવા માટે તેઓ પણ નર્મદા કેનાલમાં કુદ્યા હતા. પરંતુ આ ત્રણેય પિતા, પુત્ર અને પુત્રી કેનાલના વહેતા પાણીમાં તણાઈ ગયા હતા. જોકે, આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં ભચાઉ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં પિતા માનસંગ કોળીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બંને સંતાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *