કબરમાં દફન મૃત મહિલાઓના વાળ કાપી બજારમાં ઊંચા ભાવે વેચનારી ગેંગને પોલીસે પકડી પાડી, જાણો કયાની છે ઘટના

હાલમાં ગુજરાતમાં આવેલ ભરૂચ જીલ્લામાંથી સામે આવી રહી છે. જેને જાણીએ આપને પણ ખુબ નવાઈ લાગશે. કુલ 7,000 રૂપિયામાં 1 કિલો વેચાતા વાળની ચોરીની વિચિત્ર…

હાલમાં ગુજરાતમાં આવેલ ભરૂચ જીલ્લામાંથી સામે આવી રહી છે. જેને જાણીએ આપને પણ ખુબ નવાઈ લાગશે. કુલ 7,000 રૂપિયામાં 1 કિલો વેચાતા વાળની ચોરીની વિચિત્ર ઘટના ભરૂચમાં આવેલ ઇખર ગામમાંથી સામે આવી રહી છે.

ગામના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાં ખાડો પાડીને માથાના વાળ કાપીને એની ચોરી કરતી ત્રિપુટીને ગ્રામજનો દ્વારા પકડી પાડવામાં આવી હતી. સ્થાનિકોએ કુલ 2 સગીર સહિત કુલ 3 લોકોને મેથીપાક આપી પોલીસના હવાલે કરતાં પોલીસે અરજીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિકોએ પકડી પાડ્યા :
ઇખર ગામમાં આવેલ કબ્રસ્તાનમાં કેટલાંક દિવસથી કબરોને નુકસાન કરવામાં આવી રહ્યું હતું. સ્થાનિકોના ધ્યાનમાં આ બાબત આવી ગઈ હતી. આ દરમિયાન કુલ 2 દિવસ અગાઉ ઇખરના કબ્રસ્તાનમાંથી ભાગતાં કુલ 3 શખ્સને કેટલાંક લકો જોઇ જતાં એમણે તેઓની ભાળ કાઢતાં પાલેજ પાસેથી તે પૈકીના કુલ 2 સગીરને પકડી પાડવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછ કરતાં ચોંકાવનાર માહિતી સામે આવી હતી. ઇકબાલ નામનો શખ્સ તથા પકડાઈ ગયેલ કુલ 2 સગીર કબરમાંથી વાળ ખેંચીને ચોરી કરતાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જે પૈકીના કુલ 2 સગીર વાળનો વ્યવસાય કરતાં હોવાંથી ઇકબાલની મદદથી કબ્રસ્તાનમાં આવેલ મહિલાઓની કબર શોધતાં હતાં. આ શખ્સો કબરના માથાના ભાગે નાનું કાણું પાડી દોરીને તારથી ખાડામાંથી મહિલાઓના વાળ ખેંચી લઇને ચોરી કરી જતાં હોવાની કબુલાત કરી હતી.

જૂની કબરોને શોધી કારસો રચતાં :
કબ્રસ્તાનમાં મહિલાઓની કબરને ટોળકી શિકાર બનાવતી હતી. ટોળકી ધ્યાન રાખતી હતી કે, કબર જૂની હોય જેથી કે, મૃતકના માથાના વાળ ચામડીમાંથી છુટાં પડી ગયાં હોવાંથી એને આસાનીથી બહાર કાઢી શકાય. જ્યારે નવી કબરમાં એટલી આસાનીથી વાળ નિકળી શકતાં ન હોવાંથી તેઓ મહેનત કરતાં નહી.

આજુબાજુના ગામોમાં તપાસના મેસેજ કર્યાં :
ગામલોકોએ મહિલાઓની કબરને નુકસાન કરીને વાળ ચોરી જનાર ટોળકીને પકડી પાડી પોલીસને હવાલે કરી દીધી હતી. જો કે, ટોળકીએ આજુબાજુના વલણ, સાંસરોદ, હલદરવા સહિત કેટલાંક ગામોમાં આ પ્રકારનો કારસો રચવામાં આવ્યો હોવાની શંકા ગ્રામજનોએ વ્યક્ત કરી સોશિયલ મિડિયા પર ઓડિયો મેસેજ વાયરલ કર્યાં હતાં.

1 મહિલાના મૃતદેહમાંથી કુલ125 ગ્રામ જેટલા વાળ નીકળે :
વીગ બનાવવા માટે લાંબા વાળની ખરીદી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે એક મહિલાના માથામાં લગભગ 90 ગ્રામ જેટલાં વાળ હોય છે. જો કે, જો કોઇ મહિલાના માથામાં વાળનો ગ્રોથ સારો હોય તો લગભગ 125 ગ્રામ જેટલાં વાળ નીકળે છે. તેથી આ વાળની ચોરી કરતા હતા.

એક કબરને નુકસાનની કબૂલાત :
ઇખર ગામના કબ્રસ્તાનમાંથી વાળ ચોરી અંગે ગ્રામજનોએ 3 માંથી કુલ 2 લોકોને પકડી પાડ્યાં હતાં. એમની પ્રાથમિક પુછપરછ કરતાં તેઓએ ઇખરના કબ્રસ્તાનમાં એક કબરને નુકસાન કર્યું હોવાનું કબુલ કર્યું હતું. જો કે, તેઓએ બીજી કોઇ કબ્રસ્તાનમાં પણ આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે, કેમ તેની પણ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *