દેશમાં એકસાથે ત્રણ વિમાન દુર્ઘટના, બે એરક્રાફ્ટ અને એક ચાર્ટડ જેટ થયું ક્રેશ- જુઓ ઘટનાનો LIVE વિડીયો

આજે દેશમાં એકસાથે ત્રણ વિમાન દુર્ઘટના(Three plane crashes)ના સમાચાર સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ મધ્યપ્રદેશ(MP)ના મુરેના(Morena)માં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ…

આજે દેશમાં એકસાથે ત્રણ વિમાન દુર્ઘટના(Three plane crashes)ના સમાચાર સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ મધ્યપ્રદેશ(MP)ના મુરેના(Morena)માં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000 એમ બે એરક્રાફ્ટ ક્રેશ થયા હતા. આ સાથે રાજસ્થાન(Rajasthan)ના ભરતપુર(Bharatpur)માં એક ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી રહી છે.

રાજસ્થાનના ભરતપુરમાં એક ચાર્ટર્ડ પ્લેન અકસ્માતનો શિકાર બન્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન યુપીના આગ્રાથી ટેકઓફ થયું હતું અને આ અકસ્માત ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં થયો હતો.

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં યુપીના આગ્રાથી ઉડાન ભરેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. હાલમાં તો આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં આ ચાર્ટર્ડ પ્લેન ક્રેશ નથી થયું. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે, ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ડીસી આલોક રંજને જણાવ્યું કે, પાઈલટનો હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી. તેની શોધ માટે ટીમો એકઠી થઈ છે. મળતી માહિતી મુજબ વાયુસેનાના અધિકારીઓ અને ગ્રામજનો ત્યાં પહોંચી ગયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ અકસ્માતનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ચાર્ટર્ડ પ્લેનનો સળગતો કાટમાળ જોઈ શકાય છે. ભરતપુર જિલ્લા કલેક્ટર આલોક રંજને અગાઉ તે ચાર્ટર જેટ હોવાની પુષ્ટિ કરી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ પ્લેન એરફોર્સનું છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *