ત્રણ નરાધમોએ યુવતી સાથે કર્યો દુષ્કર્મનો પ્રયાસ- યુવતીએ પણ હાર ન માનતા કર્યો તેમનો સામનો, જુઓ વિડીયો

સમગ્ર દેશમાં રેપની ઘટનાના વિરોધમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાના વિરોધમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી રેપની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. દેશમાં હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવા તો દિવસ. મોટાભાગની ઘટનાઓમાં સગીર યુવતી ઉપર નરાધમો રેપની ઘટનાને અંજામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સળગાવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

હૈદરાબાદમાં એક મહિલા ર્ડાક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ ચાર નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા હતા. દેશમાં શું થઇ રહ્યું છે તે સમજની બહાર છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને જીવતી સળગાવી દે છે. દુષ્કર્મની બનતી તમામ ઘટનામાં મોટે ભાગે સગીરા સાથે આ ઘ્રુણાસ્પદ ઘટના ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી દિલ્હીમાં આવી જ લાલછંન સમાન ઘટના સામે આવી રહી છે.

ભારતની રાજધાની દિલ્હીમા સગીર યુવતી ઉપર ત્રણ નરાધમો રેપની ઘટનાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે. આ યુવતીનો પતિ યશ બેંગ્લોરમાં પોતાના ધંધા માટે ગયો હતો. સવારમાં 10:49 વાગ્યે તેનો પતિ યશ તેની પત્ની સાથે ફોન પર વાતચીત કરે છે. વાતચીત દરમિયાન તેનો પતિ પૂછે છે કે, તું ક્યાં છો હું ક્યારનો તને ફોન કરી રહ્યો છું. તે સમયે તેની પત્ની જણાવે છે કે, તેને આજે ઓફિસે મીટીંગ હોવાના કારણે પહેલા પહોંચવાનું હતું. તેનો પતિ જણાવે છે કે, તું તારું ધ્યાન રાખજે !!

બપોરે ચાર વાગ્યે મીટીંગ પૂર્ણ થતા રોડ પર પોતાની ગાડી આવે તેની રાહ જોઇને ઉભી રહે છે. તેના ડ્રાઇવરને ફોન કરીને પણ જલ્દી આવવા માટે જણાવે છે. તે સમયે ત્રણ યુવકો ત્યાંથી પસાર થાય છે અને યુવતીને રોડ પર એકલી ઊભેલી જુએ છે. ત્યાર પછી યુવતી ફોન મારા પોતાના સંબંધીને લોકેશન મોકલે છે. અને યુવતી ઝડપથી દોડવા માંડે છે પરંતુ એક યુવક તેને પકડી લે છે. ત્યાર પછી ત્રણ યુવકો તેને સુમશાન જગ્યાએ લઈ જાય છે. એક યુવક ગળુ દબાવીને તેને મારી નાખવાનો પ્રયાસ કરે છે. જ્યારે બીજા બે યુવક તેના કપડા ફાડે છે.

યુવતી તેની બાજુમાં રહેલ પથ્થર ઉપાડીને એક યુવકને માથામાં મારે છે. જેના કારણે તે ત્યાંજ બેહોશ થઇ જાય છે. બીજા બે યુવકો તેની તપાસ કરવા માટે જાય છે તે સમયે યુવતી પોતાના બેગમાંથી કટર કાઢે છે. અને એક યુવકના ગળા ઉપર કટર મારે છે. જે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે. આ બે યુવકની હાલત જોઈને ત્રીજો યુવક ત્યાંથી ભાગી જાય છે. તે સમયે રસ્તા ઉપર કોઈ વ્યક્તિ નીકળે છે અને આ યુવતીને જુએ છે. તે તેની પાસે જાય છે અને યુવતીની મદદ કરે છે.

આ ઘટના એક બળાત્કાર મામલે બનાવામાં આવી છે, અને લોકોને સંદેશ આપવા માંગે છે કે બળાત્કાર જેવી ઘટના તો રાક્ષસો પણ નહોતા કરતા, પરંતુ આજના સમયમાં આ વાત સામન્ય બની હોય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો દ્વારા સ્પષ્ટ થાય છે કે મહિલાઓએ પણ સાવધાની રાખી તેમનો સામનો કરવો જેથી પોતાનો જીવ બચાવી શકાય. દેશમાં કયારે દુષ્કર્મની ઘટનાઓ અટકશે. શું મહિલાઓને ઘરની બહાર જ નીકળવાનું નહિ ? કયા સુધી યુવતીઓ અને મહિલાઓ દેશમાં પીંખાતી રહેશે. યુવતીઓ અને મહિલાઓને નરાધમોના ડરથી જ જીદગી જીવી પડશે ?

આહીં આપેલ વિડીયો કોઈ સાચી ઘટના નથી, પરંતુ દેશના તમામ નાગરિક સુધી પહોચાડવાનો એક સંદેશ છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *