એકસાથે ત્રણ માસુમ બાળકોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢ્યું- જાણો ક્યાંની છે આ ગમગીન ઘટના?

Published on: 1:41 pm, Wed, 7 April 21

હાલમાં એક ગમગીન ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કચ્છમાં આવેલ શિકારપુર ગામ પાસે આજે ઉગામણી તરફની નદીના ખાડામાં નહાવા માટે ગયેલા 3 કિશોરો ડૂબી જતાં મોત થયા હોવાની કરુણ ઘટના સામે આવી છે. શિકારપુર ગામની પૂર્વ દિશામાં આવેલ નદીમાં પાણીના વહેણ બંધ છે પણ આ નદીમાંથી વર્ષોથી ભુમાફિયાઓ રેતી ઉપાડી રહ્યા છે જેને લીધે 15 થી 20 ફૂટના ખાડાઓ પડ્યા છે.

જેમાં નદીના તળમાથું કુદરતી ઝરા સ્વરૂપે પાણી આવતા ખાડાઓ ભરાયેલા રહે છે ત્યારે આ ખાડાઓમાં નહાવા માટે ગયેલાં શિકારપુરના 13 વર્ષીય પ્રકાશ હાજા ગોહિલ, 16 વર્ષીય કમલેશ અને મુકેશ પ્રેમજી મિયોત્રા નામના શ્રમજીવી પરિવારના બાળકો ખાડામાં ડૂબીને મોતને ભેટ્યા છે.

એમના મૃતદેહોને લાકડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા કે, જ્યાં તેમના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આવાં પ્રકારની ખનીજ ચોરીને લીધે એકસાથે 3 બાળકો મોતને ભેટ્યા હોવાનું ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય રામજીભાઈ ભુટકેએ કહ્યું હતું.

three teenagers drowned after drowning in a river near shikarpur village in bhachau 1 - Trishul News Gujarati Breaking News

ઘટનાની કરુણતા એ રહી હતી કે, છેલ્લા પાંચ સાત દિવસથી શિકારપુર ગામમાં પાણી આવ્યું ન હતું ત્યારે આજે દલિત સમાજના પરિવારમાં દાડા નો પ્રસંગ હોવાથી જેમાં સંબંધીઓ ભેગા થયા હતા. આ દરમ્યાન બપોરે જમણવાર પતાવ્યા પછી નાહવા માટે આ 3 કિશોરો ગામની નદીનાં ખાડાઓમાં ગયા હોવાથી ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતા.

સ્કૂલમાં રજા હતી એટલે મામાના ઘરે રમવા આવ્યો, ને કાળ ભેટ્યો:
​​​​​​​વાઢીયામાં રહેતો બાળક કમલેશ સમાજમાં દિયાળો તથા શાળામાં રજા ચાલતી હોવાને લીધે મામાના ઘરે પિતરાઈ ભાઈઓની સાથે રમવા માટે આવ્યો હતો. ત્યારપછી આ કરૂણ ઘટનાક્રમ બનવા પામ્યો હતો. મંગળવારની રાત્રે મીત્રો તેમજ મામા ફઈના ભાઈઓ એમ 3 માસુમોના મોતથી આઘાતમાં સરી પડેલા શિકારપુર ગામમાં રાત્રીના ત્રણેયની અંતિમવીધી એકસાથે કરાતા આખુ ગામ હિબકે ચડ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.