નાના બાળકોને ખુશી ખુશી ગાડીઓ ચલાવવા આપતા વાલીઓ માટે આંખો ખોલનારી ઘટના, જાણો અહીં

18 વર્ષ કરતાં ઓછી ઉમરના બાળકને વાહન ચલાવવા આપવું તે ગુનો છે. જેથી નવા મોટર વ્હીકલ એકટ 199 હેઠળ માતા-પિતા અને સગીર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ વાહન પોતાના કબ્જે કરી શકે છે. માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર દંડ થઇ શકે છે. આ નિયમનો હેતુ સગીરોને વાહન ચલાવતા રોકવાનો છે.

દિલ્હી ગેટ નજીક સ્કૂટર દુર્ઘટનામાં ત્રણ સગીરના મોત થયા છે. નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ હવે સ્કૂટરના અસલી માલિક ઉપર પણ કેસ ચાલી શકે છે. નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ સગીર દ્વારા ગાડી ચલાવવાના અપરાધમાં માતા પિતા અને માલિક ઉપર પણ કેસ ચાલી શકે છે. દિલ્હી ગેટ પાસે થયેલી દુર્ઘટનામાં સ્કૂટર ત્રણે સગીરમાંથી એક મૃતકના કાકાના નામ પર રજિસ્ટર હતું.

સગીર ચાલકોના કારણે થયો મોતના આંકડામાં વધરો:

દિલ્હીના રસ્તા પર સગીર દ્વારા બાઈક-કાર ચલાવવાના કારણે મોતના આંકડામાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ થઈ છે. આંકડાઓ અનુસાર, 2018માં સગીર ચાલકોના કારણે મોતની સંખ્યામાં 2015ની સરખામણીમાં 6 ગણો વધારો નોંધાયો છે. 2015માં સગીર ચાલકોના કુલ 225 ચલણ ફાડવામાં આવ્યા હતાં. ગત વર્ષે દિલ્હી ટ્રાફિક પોલીસે 1,228 સગીરને દંડ ફટકાર્યો હતો. 2017માં આ આંકડો 1,067 અને 2016માં આ આંકડો 746નો હતો.

માતાપિતાને પણ હોય છે જાણકારી:

નિસાન ઈન્ડિયા અને રોડ સેફ્ટી માટે કામ કરનાર એનજીઓ સેવ લાઈફ ફાઉન્ડેશન અનુસાર, સગીર ચાલકોને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર, પકડાઈ ગયેલા સગીર ચાલકોમાંથી 96.4% લોકોએ જણાવ્યું હતું કે, તેમના પેરેન્ટ્સને પણ તેના વાહન ચલાવવાની જાણકારી હોય છે. ગત વર્ષે દિલ્હીમાં પકડાયેલા સગીરમાંથી 33.2% બાઈકસવાર હતાં. ટ્રાફિક પોલીસની માહિતી અનુસાર, ગયા વર્ષે 914 કેસ મોડી રાતે બન્યા હતાં.

હેલ્મેટ નહીં પહેરવાના કારણે 9.5 લાખને દંડ:

આ વર્ષે ઓક્ટોબર સુધીમાં 383 બાઈક ચાલકોએ હેલ્મેટ નહીં પહેરવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગત વર્ષે આ આંકડો 464નો હતો. આ વર્ષે દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 1,57,582 લોકોને ટ્રિપલ સવારી માટે દંડ ફટકાર્યો છે. 9.5 લાખ લોકોને હેલ્મેટ નહીં પહેરવાના કારણે દંડ ફટકાર્યો છે. શનિવારે મોડી રાતે જે ત્રણ સગીરના મોત થયા તેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેર્યું નહોતું. જો હેલ્મેટ પહેરીયું હોત તો કદાચ તે બચી શકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: