વડતાલના આ કુકર્મી સાધુએ ભગવો લજવ્યો- ૧૫ વર્ષીય કિશોર સાથે ૩૦-૪૦ વાર કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે વડતાલના સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતા સગીર પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે. વડતાલના સુવ્રત સ્વામીપર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતા 15 વર્ષીય સગીર પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, સુવ્રત સ્વામીની સાથે દેવ સ્વામી અને સંત વલ્લભસ્વામી ઉપર પર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે.

પીડિત કિશોર વડતાલના સ્વામીનારાયણ મંદિરની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો. અને સ્વામીઓ સાથે પાર્ષદ તરીકે રહેતો હતો. સંયમ અને ત્યાગ સમર્પણના પાઠ આપતા આપતા આ સ્વામીઓએ કિશોર સાથે અલગ અલગ જગ્યાએ સૃષ્ટિ વિરુદ્ધનું ગંદુ કામ કર્યુ હતું. કિશોર સાથે વારંવાર આવું કામ કરીને કિશોરને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને પણ જણાવશે તો સ્વામીઓ તેને જાનથી મારી નાંખશે. જો જીવ વ્હાલો હોય તો ચૂપચાપ તાબે થા. નહીં તો જીવથી જા. પરંતુ કિશોરના માતા-પિતા સુધી આ વાત પહોંચી ગઈ હતી અને કિશોરના પિતાએ તુરંત જ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

પીડિત કિશોર નો આરોપ છે કે, આરોપી સાધુઓ અન્ય સગીર વયના બાળકો સાથે પણ આવું કામ કરતા રહ્યા છે અને આરોપી સૂવ્રત સ્વામી વડતાલ મંદિરની સાંખ્યયોગી બહેનો ના મોબાઈલ નંબર મંગાવવા માટે પાર્ષદોને મોકલતો અને આ સાંખ્ય યોગી બહેનો સાથે વાત કરવા તે બે મોબાઈલ પણ રાખે છે. આરોપી સુવ્રત સ્વામીના કહેવાથી સાવલી મંદિરમાં રહેતા સતિષ નામનો વ્યક્તિ સારી છોકરીઓ હોય તેને ફોસલાવીને સુવ્રત સ્વામી પાસે મોકલે છે. તેવો આરોપ પણ ફરિયાદી દ્વારા ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે. સુરત સ્વામી આશરે ૩૦ થી ૪૦ વખત પોતાની રૂમમાં રાત્રિના સમયે અને સવારના સમયે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવેલો છે. અને આ કાર્યમાં મદદગારી કરનાર દેવ સ્વામી અને સંત વલ્લભ સ્વામી એ આ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.સો

સોમવારે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તરુણ વયના પાર્ષદ સાથે સ્વામીએ કરેલા સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય મામલે પોલીસે સંતના રૂમની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી કાંઈ મળ્યું નહોતું પરંતુ કેટલાક શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. ઘટના બાદ ત્રણેય સંતોએ મોબાઇલ સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તેમણે છેલ્લે કોની સાથે વાત કરી છે તે જાણવા માટે કોલ ડિટેઇલ્સ કઢાવી છે.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.