સુરતમાં કરોડોના MD ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા, જુઓ લાઇવ વિડીયો

રાજ્યમાંથી અવારનવાર ડ્રગ્સને લઈને કેટલીક જાણકારી સામે આવતી હોય છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ સુરતમાંથી આવી જ એક જાણકારી સામે આવી રહી છે. છેલ્લા થોડા…

રાજ્યમાંથી અવારનવાર ડ્રગ્સને લઈને કેટલીક જાણકારી સામે આવતી હોય છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ સુરતમાંથી આવી જ એક જાણકારી સામે આવી રહી છે. છેલ્લા થોડા દિવસથી સુરતમાંથી પ્રતિબંધિત MD(મેફેડ્રોન ડ્રગ્સ)નો જથ્થો પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

યુવાનો નશાની આદતનાં શિકાર ન બને એની માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ ઝુંબેશમાં DCBએ કુલ 3 જગ્યાએ રેડ કરી હતી. જેમાં ડ્રગ્સ વેચવા માટે જતાં તેમજ પોતાની પાસે રાખનાર કુલ 3 આરોપીને ડ્રગ્સનાં જથ્થાની સાથે પકડી પાડવામાં આવ્યા છે. આની સાથે જ આરોપીને ડ્રગ્સ આપનાર કુલ 3 લોકોને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યા છે.

ડુમસ પાસેથી કરોડ રૂપિયાનાં ડ્રગ્સની સાથે સલમાન પકડાયો :
ડુસમ ગામનાં રસ્તાથી કુવાડા ટી પોઈન્ટ નજીક સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફ ઝવેરી (રહેઠાણ A-203 આશિયાના કોમ્પલેક્ષ અડાજણ પાટિયા રાંદેર રોડ)ને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે આદિલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે.

સલમાનની પાસેથી પોલીસે કુલ 1011.82 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત લગભગ 1,01,18,200 તેમજ મોબાઈલ કુલ 5 નંગ જેની કુલ કિંમત 38,000 તથા રોકડા રૂપિયા કુલ 12,710 તથા ડિજિટલ વજન કાંટા નંગ-2 તથા કાર સહિત કુલ 1,04,19,410ના મુદ્દામાલની સાથે પકડી પાડવામાં આવ્યો છે. સલમાનની સાથે ધંધામાં ભાગીદાર એવા આદિલને વોન્ટેડ જાહેર કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વરાછા વિસ્તારમાંથી બન્ટી ઝડપાયો :
વરાછા વિસ્તારમાં આવેલ ભવાની સર્કલ પાસે પટેલનગરનાં નાકે જાહેરમાંથી આરોપી વિનય ઉર્ફે બન્ટી કિશોરભાઈ પટેલ (રહેઠાણ ઘર નંબર A-24 પટેલનગર, ભવાની સર્કલ પાસે વરાછા) મેફેડ્રોન ડ્રગ્સની સાથે પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે રોહન (રહેઠાણ બોરીવલી-મુંબઈ)ને વોન્ટેડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

બંટીની પાસેથી કુલ 17.5 ગ્રામ લગભગ કિંમત 1,75,000 નાની-મોટી ખાલી કોથળીઓ કુલ 26 મોબાઈલ તેમજ કાર મળીને કુલ 8,90,000નો મુદ્દામાલ ઝડપી લઈને રોહનને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સરથાણામાંથી સંકેત ઝડપાયો :
DCBએ સરથાણા કેનાલ રોડ પર આવેલ પુણા સીમાડાના શાયોના પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 107-108માંથી સંકેત શૈલેશ અસલાલિયા (રહેઠાણ F-202, રામેશ્વરમ રિજન્સી, VIP સર્કલની નજીક ઉત્રાણ) ઝડપી લીધો છે. જ્યારે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે.

બંટીની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો કુલ 304.98 ગ્રામ જથ્થો, જેની કિંમત લગભગ 30,49,800 તેમજ મોબાઈલ તથા રોકડા મળીને કુલ 31,22,360નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. આની સાથે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પુણામાંથી ગાંજો ઝડપાયો :
પુણાગામ સારોલી રોડ પર નેચરવેલી હોમ્સની પાસેથી પોલીસે ટ્રકમાંથી મિથુન રવીન્દ્ર સ્વાઈ (રહેઠાણ- પ્લોટ નંબર 260 શ્રીરામનગર સોસાયટી, કાપોદ્રા) તેમજ બીજો આરોપી (રહેઠાણ- ગામ.મુકુંદપુર, પોસ્ટ બરગ, તા. આસ્કા, જિં ગંજામ તથા ત્રીજો બસંત યુધિષ્ઠિર સ્વાઈ (રહેઠાણ- ગામ. કુટીનોડા, તા. આસ્કા, જિ.ગંજામ)ની પાસેથી કુલ 562.510 કિલો ગાંજો, જેની કિંમત લગભગ 56,45,100 તેમજ ટ્રક અને મોબાઈલ મળીને કુલ 63,55,600નો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *