જાણો ગુજરાતના કયા શહેરમાં નિષ્ઠુર પિતાએ પોતાની જ ત્રણ વર્ષની દીકરીને ચોથા માળેથી… -જુઓ હ્રદયસ્પર્શી વિડીયો

Published on: 11:44 am, Sun, 18 April 21

દીકરીના હિત માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણા પગલાઓ લેવામાં આવે છે, પરંતુ જયારે માસુમ દીકરી સાથે અત્યાચાર અને ક્રુરતા આચરતા પણ લોકો આ સમાજમાં સાથે જીવી રહ્યા હોય ત્યારે ખરેખર માનવતા શર્મશાર થઇ જાય છે. આ કોરોના વચ્ચે પણ દરરોજ કેટલી મહિલાઓ સાથે ક્રુરતા અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. કદાચ કોરોના આવનારા સમયમાં નાબુદ થઇ જશે પરંતુ દીકરીઓ પર થતી ક્રુરતા અને અત્યાચાર ક્યારેય ખત્મ નહિ થાય તેવું પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.

ગુજરાત રાજ્યના આણંદમાંથી હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની જ ત્રણ વર્ષની માસુમ દીકરીને સજા રૂપે ચોથા માળેથી ઉંધી લટકાવી દીધી હતી. ખરેખર જયારે એક બાપ જ પોતાની દીકરી સાથે આવી ક્રુરતા આચરતો સામે આવે ત્યારે ખરેખર માલુમ પડે છે કે, આ કળયુગ હવે કેટ કેટલું બતાવશે? જયારે એક પિતાએ રક્ષક બનીને દીકરીની રક્ષા કરવાની હોય અને ત્યારે સજારૂપે આવી ક્રુરતા આચરી માનવતાની તમામ હદો પાર કરી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આ વિડીયો આણંદનો છે. આણંદ શહેરમાં મંગળપુરા વિસ્તારમાં આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં આ બનાવ બનતા લોકોમાં દીકરીને લઈને આવી ક્રુરતા આચરનાર પિતા પર આક્રોસ ઠલવ્યો છે. ત્રણ વર્ષની નાની બાળકીને એક ક્રૂર પિતાએ ચોથા માળેથી ઉંધી લટકાવી હતી. એકતરફ સરકાર ‘દીકરી બચાવો દીકરી પઢાઓ’ના કેમ્પેઈન ચાલવી રહી છે અને બીજીતરફ ક્રૂર માનસિકતા બતાવતો નિષ્ઠુર પિતા પોતાની જ દીકરી સાથે આવી ક્રુરતા આચરી માનવતાને શર્મશાર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.