બાઈક પર ત્રણ સવારીમાં જતા યુવકો કાબુ ગુમાવતા ટ્રેઇલરના પાછલા વ્હીલમાં કચડાયા- જુઓ કાળજું કંપાવતો વિડીયો

Published on Trishul News at 3:06 PM, Sat, 17 July 2021

Last modified on July 17th, 2021 at 3:06 PM

હૈદરાબાદ: હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન, કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે ફરીવાર હૈદરાબાદમાં ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે.

તાજેતરમાં હૈદરાબાદની એક કમકમાટીભરી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, માઇલરદેવપલ્લી વિસ્તારમાં એક બાઇક પર સવાર ત્રણ યુવક ટ્રેઇલરના પાછળના વ્હીલમાં કચડાઈ ગયાં હતાં. ત્રણેય બાઇક સવાર યુવક એક ફંક્શન એટેન્ડ કરી પરત ફરી રહ્યા હતાં. આ દરમિયાન, સિગ્નલ તોડીને બાઇકચાલક બીજા રોડ પર ચઢ્યો હતો.

જોતજોતામાં બાજુમાંથી ટ્રેઇલર પસાર થયું અને બાઇકચાલકે બેલેન્સ ગુમાવ્યું. આ સાથે જ બાઇક પર સવાર ત્રણેય યુવક રોડ પર નીચે પટકાતા તેમના માથા પર ટ્રેલરના વ્હીલ ફરી વળ્યા હતાં. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, બાઇકચાલક યુવકનો એક હાથ પણ નહોતો. તેને આર્ટિફિશિયલ હાથ લગાવ્યો હતો. જેને લીધે તેણે બેલેન્સ ગુમાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "બાઈક પર ત્રણ સવારીમાં જતા યુવકો કાબુ ગુમાવતા ટ્રેઇલરના પાછલા વ્હીલમાં કચડાયા- જુઓ કાળજું કંપાવતો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*