સુરત બાદ હવે આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ મળ્યું પ્રચંડ સમર્થન- જાણો ક્યાં ઉમટી પડી ભીડ

Published on: 11:01 am, Sun, 22 May 22

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી 2022ની વિધાનસભા ચુંટણી(2022 Gujarat Assembly elections) ને ધ્યાને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પુરા જોશ અને જુસ્સા સાથે ચુંટણી પ્રચારમાં લાગી ગઈ છે. રાજકીય સમીકરણને જોતા તો આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપ(BJP) વચ્ચે જ સીધી ટક્કર થશે તેવું લાગી રહ્યું છે. ચુંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર પ્રચંડ પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં તેને ઉમેદવારો મળ્યા ન હતા, હવે તે વિસ્તારોમાં 5-5 ઉમેદવાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે કતારમાં છે.

aap4 1 - Trishul News Gujarati 2022 Gujarat Assembly elections, aap, bjp, gujarat, આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ સહીત અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ગામડે-ગામડે જઈને પ્રચારમાં લાગી ગયા છે. સાથે જ મળી રહેલા લોક સમર્થનને કારણે આમ આદમી પાર્ટીનું મનોબળ દ્રઢ થઇ રહ્યું છે.

aap1 1 - Trishul News Gujarati 2022 Gujarat Assembly elections, aap, bjp, gujarat, આમ આદમી પાર્ટી

ગઈકાલે આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, ઉપાધ્યક્ષ નિમિષા ખુંટ તથા યુથવિંગ પ્રમુખ પ્રવીણ રામની હાજરીમાં ધારી ખાતે જનસભા યોજવામાં આવી હતી અને આ સભામાં અનેક લોકો ઉમટી પડ્યા હતા.

aap2 1 - Trishul News Gujarati 2022 Gujarat Assembly elections, aap, bjp, gujarat, આમ આદમી પાર્ટી

જામનગર જિલ્લાના સતાપર ગામ ખાતે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં જન સભા યોજવામાં આવી હતી. આ સભામાં યુવાનો-વડીલો સહિત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

aap3 1 - Trishul News Gujarati 2022 Gujarat Assembly elections, aap, bjp, gujarat, આમ આદમી પાર્ટી

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ઉપાધ્યક્ષ નિમિષા ખુંટ અને યુથવિંગ પ્રમુખ પ્રવીણ રામની ઉપસ્થિતિમાં બાબરા અને લાઠી ખાતે પરિવર્તન યાત્રા યોજવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

aap5 1 - Trishul News Gujarati 2022 Gujarat Assembly elections, aap, bjp, gujarat, આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન યાત્રાને ખુબ ઉત્સાહ સાથે લોકો વધાવી સમર્થન આપી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, રોજગારી, ખેતી, વેપાર અને ભ્રષ્ટાચારમુક્તિ બાબતે બદલાવ લાવવા એક મોકો કેજરીવાલને! આ વાક્ય સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકોની સમસ્યાઓને જાણી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.