આમ આદમી પાર્ટી સુરત દ્વારા શાળામાં ફી વધારાને લઈને કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ અને આપી ચીમકી, કહ્યું કે…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ત્યારે આજે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ફી વધારા અંગે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નગરસેવકો તેમજ શિક્ષણ સમિતિના સદસ્ય રાકેશ હિરપરાની આગેવાનીમાં વરાછા વિસ્તારમાં યોગીચોક ખાતે આવેલ હરેકૃષ્ણ વિદ્યાલય ખાતે વાલીઓએ ફી-વધારાનો નારા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

સાથે જ શિક્ષણ સમિતિના સદસ્ય રાકેશ હિરપરાએ જણાવતા કહ્યું છે કે, સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે કોરોના કાળની અંદર વિદ્યાર્થીઓ ભણવા માટે શાળાએ નથી ગયા તે માટે તેમની ફી માં 25 ટકા ઘટાડીને લેવામાં આવે પરંતુ આ તો તેના ઉલટાનું ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે, જે મુદ્દે વાલીઓ અને શિક્ષણ સમિતિના સદસ્ય  રાકેશ હિરપરાની આગેવાની હેઠળ શાળા ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

સાથે રાકેશ હિરપરાએ જણાવતા કહ્યું છે કે, અમુક વાલીઓતો એવા છે જેમના બાળકોએ એક કે દોઢ વર્ષથી શાળામાં અભ્યાસ માટે નથી આવ્યા તેમણે LC જોતું છે. તેવા વિધાર્થીઓને LC આપવાની ના પડી રહ્યા છે. પરીક્ષાના પ્રશ્નપત્રની ઉતારવહીઓ જયારે વિધાર્થીઓ શાળાને લખીને મોકલે છે, ત્યારે શાળા દ્વારા વિધાર્થીઓની ઉતારવહીઓ સ્વીકારવાની ના પડે છે. સાથે સાથે શાળા ત્રણ મહિનાની ફી એડવાન્સમાં માંગી રહી છે. હજુ ત્રણ મહીના પૂર્ણ નથી ત્યાં શાળા એડવાન્સમાં ફી માંગી રહી છે તે યોગ્ય કહી શકાય.

સાથે રાકેશ હિરપરાએ જણાવતા કહ્યું છે કે, જ્યાં સુધી શાળાના સંચાલકો અને ટ્રસ્ટીઓ અહિયાં ઉપસ્થિત નહિ થાય અને જ્યાં સુધી આ મુદ્દાનું નિવારણ નહિ આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્ય અને સ્થાનિક રહેવાસીઓ, વાલીઓ અહીંથી હટશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *