આમ આદમી પાર્ટીના નેતાઓનો નાણાકીય હિસાબનો લોચો- પહેલા બબાલ અને પછી મહિલા કોર્પોરેટર ને ધક્કા માર્યા

સુરતમાં AAP દ્વારા શરૂ કરેલા આઇશોલેશન સેન્ટરમાં બે કોર્પોરેટર બાખડ્યા હતા. કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને કુંદન કોઠિયા વચ્ચે કોરોના આઇસોલેશન વોર્ડમાં માથાકૂટ થઈ હતી. આ…

સુરતમાં AAP દ્વારા શરૂ કરેલા આઇશોલેશન સેન્ટરમાં બે કોર્પોરેટર બાખડ્યા હતા. કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને કુંદન કોઠિયા વચ્ચે કોરોના આઇસોલેશન વોર્ડમાં માથાકૂટ થઈ હતી. આ બબાલમાં ઘનશ્યામ મકવાણાએ જણાવતા કહ્યું હતું કે, અહિયાં ખાલી ફોટો પડાવવા આવો છો બહાર નીકળો જાવ. આના વિરોધમાં કુંદનબેન કોઠિયાએ જવાબ આપતા કહ્યું હતું કે, તું તારી લિમિટમાં રહે, હું તારી પથારી ફેરવી નાખીશ. કોરોના આઇસોલેશન વોર્ડમાં થયેલીઆ માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

વિડીયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, આપના કોર્પોરેટરો પોતાની પ્રસિદ્ધિ માટે અને સેવાકીય જશ વધારવા માટે કોરોના મહામારીના સમયમાં એકબીજા સામે અંદરોઅંદર ઝઘડી રહ્યા છે તેવું સાફ સાફ વિડીયોમાં નજરે ચડી રહ્યું છે. કાપોદ્રા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને કુંદન કોઠિયા વચ્ચે કોરોના આઇશોલેશન વોર્ડમાં હિસાબમાં લોચા થયા બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો અને હાલમાં જ રાજ્યમાં પગપેસારો કરી રહેલી આમ આદમી પાર્ટી(AAP)માં સોપો પડી ગયો છે. સોશિયલ મીડિયા ઉપર સતત પ્રજાની સેવા કરવાના ફોટો અને વીડિયો વહેતા કરીને જશ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન જ આ વીડિયો વાયરલ થતા આમ આદમી પાર્ટી(AAP) પર લોકો પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

કોરોના ગ્રસ્તોની સેવા અર્થે કાપોદ્રામાં આમ આદમી પાર્ટી(AAP) દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના આઇશોલેશન વોર્ડમાં જોવા જેવી થઈ હતી. હાલમાં જ રાજ્યમાં પગપેસારો કરનારી આમ આદમી પાર્ટીના(AAP) મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયા અને ઘનશ્યામ મકવાણા વચ્ચે હિસાબ બાબતે મગજમારી થઇ હતી અને આ તમામ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ કુંદન કોઠિયા પર આક્ષેપ કર્યો હતો કે, તેઓ માત્ર ફોટા પડાવવા માટે અહીં આવે છે અને તેથી તેમણે આઇસોલેશન સેન્ટરમાંથી તાત્કાલિક અહીંથી નીકળી જવા માટે કહી દીધું હતું. ઘનશ્યામ મકવાણાએ કુંદન કોઠિયાની સામે સીધે સીધા આક્ષેપો કર્યા હતા. આ ઘટનાને લઈને વોર્ડમાં હાજર લોકો પણ થોડા સમય માટે તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.

વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન જણાવતા કહે છે કે, ‘તારે લાખ રૂપિયા જોતા હોય તો, હું આપી દઉં પણ તું અહીંથી નીકળી જા. તું મને અહીંથી કાઢવાવાળો છે કોણ? હું તારી પથારી ફેરવી નાખીશ. મને તારી કોઈ જરૂર નથી, તારી ઓકાત નથી મારી સાથે વાત કરવાની’. ભાન ભૂલીને એક કોર્પોરેટરે આવા શરમજનક શબ્દો બોલતા પોતે પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. વિડીયોમાં સાફ સાફ દેખાઈ છે કે, બંને કોર્પોરેટરો એક બીજા સાથે આક્ષેપો કરી કરીને લડી રહ્યા છે.

આ તમામ ઘટના અંગે આમ આદમી પાર્ટી(AAP)ના પ્રવક્તા યોગેશ જાદવાણીએ પોતાની જ પાર્ટીના કોર્પોરેટરોને ઓળખવાની ના પાડી હતી. યોગેશ જાદવાણીએ જણાવતા કહ્યું હતું કે, ‘હું આ વીડિયોમાં નજરે ચડતા વ્યક્તિને ઓળખતો નથી.’ હાલ અહિયાં પોતાની જ પાર્ટીના કોર્પોરેટરને ઓળખવાની ના પાડતા હોય તો આ પાર્ટીની અંદર શું શું ચાલી રહ્યું છે તે સમજી શકાય છે. યોગેશ જાદવાણીએ પોતાની જ પાર્ટીના કાપોદ્રાના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાને ઓળખવાની ના પાડી દીધી હતી. હવે તો આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓએ પણ બીજી પાર્ટીઓની જેમ સેવાના નામે પ્રસિદ્ધિ મેળવવા એકબીજા પર આક્ષેપ મુકવાનું શરુ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *