કોરોના સામેની લડાઈમાં TikTok એ પણ દાન કરી મોટી રકમ, ટ્વીટ કરીને આપી જાણકારી

કોરોનાવાયરસ સામેની લડાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ થી દેશના દરેક ક્ષેત્રના નામી અનામી લોકોએ દિલ ખોલીને દાન કર્યું છે. બોલિવૂડમાં અક્ષય કુમાર, સલમાન ખાન, અમિતાભ બચ્ચન જેવા મોટા કલાકારોએ દાન આપ્યું છે. જ્યારે ઉદ્યોગ જગતમાં રતન ટાટા, આનંદ મહિન્દ્રા, અઝીમ પ્રેમજી અને મુકેશ અંબાણીએ પણ પોતાની તિજોરી ખુલ્લી મુકી દીધી છે. દાન આપવામાં રમતવીરો પણ પાછા પડ્યા નથી. સચિન, કોહલી અને રોહિત શર્મા જેવા મોટા ખેલાડીઓએ ખૂબ દાન આપ્યું છે. કોરોનાવાયરસ સામેની લડાઈમાં હવે tiktok India પણ મેદાને આવ્યું છે. એટલું જ નહીં પરંતુ tiktok એ ખુબજ મોટી રકમ દાન કરી છે. tiktok ઇન્ડિયાએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે.

ટિક્ટોક ઇન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે : કોરોનાવાયરસ ના વધતા જતા ખતરાને રોકવાની લડાઇમાં અમે 100 કરોડ રૂપિયાના 4 લાખ મેડિકલ પ્રોટેક્ટિવ શુટ અને ડોક્ટરો, મેડિકલ સ્ટાફ માટે 2 લાખ માસ્ક ડોનેટ કરી રહ્યા છીએ.

જણાવી દઈએ કે દેશમાં કોરોનાવાયરસ ના કેસ વધીને આજે 1965 થઈ ગયા છે અને અત્યાર સુધીમાં ૫૦ લોકો આ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં(335), ત્યારબાદ કેરળ(265) અને તમિલનાડુ(234) માં છે.

પાછલા 24 કલાકમાં 328 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 12 લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર કોરોનાવાયરસ થી હાલ સુધીમાં 1764 લોકો સંક્રમિત થયા છે. જયારે 150 લોકો સ્વસ્થ પણ થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: