18 વર્ષની આ ટીકટોક સ્ટાર યુવતીએ કરી લીધુ સુસાઈડ- કારણ છે ચોંકાવનારૂ

ડિપ્રેશનના વધી રહેલા કેસોની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. દિલ્હી યૂનિવર્સિટીની એક 18 વર્ષની યુવતીએ ડિપ્રેશનના લીધે આત્મહત્યા કરી લીધી છે. આ…

ડિપ્રેશનના વધી રહેલા કેસોની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. દિલ્હી યૂનિવર્સિટીની એક 18 વર્ષની યુવતીએ ડિપ્રેશનના લીધે આત્મહત્યા કરી લીધી છે. આ યુવતી TikTokની મોટી સ્ટાર હતી અને, તેના આ વીડિયો પ્લેટફોર્મ પર ખુબ ફોલોઅર્સ પણ હતા. જો કે, પોલીસને કોઇ સુસાઇડ નોટ જોવાં મળી નથી. પણ એવું મનાઈ આવી રહ્યું છે, કે TikTok પર લાગેલ બેન પછી આ યુવતી ખૂબ ચિંતામાં હતી.

ટાઇમ્સની ખબર મુજબ, યુવતીનો મૃતદેહ સૌથી પહેલા તેના કઝીને જોયો હતો અને તેણે જ સૌથી પહેલા જાણ અધિકારીઓને આપી હતી. તો વળી, બીજી બાજુ પોલીસને પરિવારના અમુક લોકોએ જણાવતાં કહ્યું કે, આ યુવતી પાછલા 2-3 મહિનાથી ડિપ્રેશનમાં ચાલી રહી હતી અને કદાચ તેનાં જ લીધે તેણે આ પગલું લીધું છે.

થોડાં સમયથી ચાલી રહેલ ભારત-ચીનની વચ્ચે વધી રહેલાં તણાવ બાદ ભારત સરકારે કુલ 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ 59 ચાઈનીઝ એપ્સ પર લગાવેલ પ્રતિબંધમાં TikTok પણ સામેલ છે.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દિલ્હીની એક TikTok સ્ટાર સિયા કક્કડે પણ આત્મહત્યા કરી લીધી હતી. 16 વર્ષની નાની એવી ઉંમરમાં તેણે આવું પગલું શા કારને ભર્યું તેની જાણ હજુ સુધી થઈ નથી. જાણીતા ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ વાતની માહિતી આપી હતી.

સિયાએ આત્મહત્યાના એક દિવસ પહેલાની રાત્રે પોતાના મેનેજરની સાથે વાત પણ કરી હતી. તેમણે જણાવેલું કે,  સિયા બરાબર જ હતી અને ચિંતામાં પણ લાગી રહી નહોતી અને તેને સમજ પણ નથી આવી રહી કે સિયાએ આ પગલું શા કારણે લીધું. TikTok પર સિયાના લગભગ 11 લાખ પણ કરતાં વધુ ફોલોઅર્સ હતા.

પાછલા થોડાં સમયથી TV અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા થોડાં લોકોમાં ડિપ્રેશન અને આત્મહત્યાની ખબરો સતત સામે આવી રહી છે. TV એક્ટર મનપ્રીત ગ્રેવાલે પણ પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. તો ક્રાઇમ પેટ્રોલમાં નજર આવનારી પ્રેક્ષા મહેતાએ ઈંદોરમાં પોતાના ઘરમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આની સાથે જ હિંદી ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ 14 જૂનના રોજ મુંબઈમાં તેમના જ ફ્લેટમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ એવી ખબર સામે આવી રહી હતી, કે તેઓ પાછલા લગભગ 6 મહિનાથી ડિપ્રેશનને લગતી સારવાર કરાવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *