Tiktok થી યુવાનોને નશો ચડાવનાર યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે નશાનો સામાન ફેરવતી પકડાઈ- જુઓ તેના ટીકટોક વિડીયો

સુરત પોલીસ દ્વારા નશાના કારોબાર સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. સુરત પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ મુક્ત સુરત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે…

સુરત પોલીસ દ્વારા નશાના કારોબાર સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. સુરત પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ મુક્ત સુરત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મુંબઈથી સુરત ડ્રગ્સ લઈને આવતા મહિલા સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતી મુજબ ભાટીયા ટોલ નાકા પાસે નાકાબંધી કરવામાં આવી હતી. ટેક્સી પાર્સિંગની સફેદ કાર મુંબઈથી સુરત તરફ આવી રહી હોવાની બાતમી મળી હતી.પોલીસે કારની અંદર બેઠેલા ઈસમોની પૂછપરછ કરતા તેમના પાસેથી 7.90 લાખનું 79 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

કમલેશ દુગડે આ ઘટના અંગે જણાવતા કહ્યું કે, તેઓ એમડી ડ્રગ્સ મુંબઈથી લાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચને એવી માહિતી મળી હતી કે, કમલેશ છેલ્લા બે દિવસથી મુંબઇમાં છે અને તે આજે સુરત આવનાર છે. કમલેશે કબૂલ્યું કે, તે પોતે ડ્રગ્સનું સેવન કરે છે. મુંબઈમાં જમીન દલાલીનું કામ કરવા વારંવાર મુંબઈ જતો હોવાથી ત્યાં તેને એમડી ડ્રગ્સના સેવન કરવાની આદત લાગી હતી.

ક્રાઈમ બ્રાન્ચથી વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ક્રિષ્ના દત્ત દુબે પાનનો ગલ્લો ચલાવે છે. એમડી ડ્રગ્સના વેચાણ માટે પાનના ગલ્લાનો ઉપયોગ થતો હોઈ શકે તેવી પણ શક્યતાઓ છે. કમલેશ ડુંગડની ગર્લફ્રેન્ડ પૂજા ગુપ્તા પણ એમડી ડ્રગ્સ સપ્લાય માં સામેલ હોવાની વિગત મળી છે.

પકડાયેલા આરોપીના નામ:
કમલેશ દુગડ, ક્રિષ્ના દત્ત દુબે, પૂજા ગુપ્તા, વિકી પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *