ભાજપની રેલી બાદ TMC નેતાઓએ ગંગાજળથી મેદાનનું કર્યુ શુદ્ધિકરણ, કહ્યું આવું…

બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ રથયાત્રા કરવા ઈચ્છી રહ્યા છે પરંતુ તે પહેલા પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ભારતીય જનતા પાર્ટીની રેલી યોજાઈ હતી પરંતુ અહીં…

બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ રથયાત્રા કરવા ઈચ્છી રહ્યા છે પરંતુ તે પહેલા પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ભારતીય જનતા પાર્ટીની રેલી યોજાઈ હતી પરંતુ અહીં થયેલી રેલી બાદ ટીએમસી કાર્યકર્તાઓએ આ મેદાનનું શુદ્ધિકરણ કર્યુ છે. ટીએમસી કાર્યકર્તાઓએ ભાજપના રેલી સ્થળને ગોબરથી લીપ્યુ અને ત્યારબાદ અહીં ગંગાજળ છાંટ્યુ. વાસ્તવમાં ટીએમસીનું કહેવુ છે કે ભારતીય જનતા પાર્ટીએ અહીં રેલી કરીને લોકોમાં સાંપ્રદાયિક નફરતનો સંદેશ આપ્યો છે જેના કારણે જગ્યાને હિંદુ રિવાજથી શુદ્ધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે અહીં ભારતીય જનતા પાર્ટીની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

TMC નેતા પંકડ ઘોષે કહ્યુ કે ભાજપે અહીં સાંપ્રદાયિક સંદેશ આપ્યો હતો. આ ભૂમિ ભગવાન મદનમોહનની છે. અમે આ જગ્યાને હિંદુ રિવાજથી શુદ્ધ કરીશુ. તમને જણાવી દઈએ કે પહેલા પ્રદેશ ભાજપ મહાસચિવ દેવશ્રી ચૌધરીએ કહ્યુ હતુ કે ભાજપ અહીં ગણતંત્રને બચાવવા માટે રેલી કાઢી રહી છે તો તેનુ અપમાન કરવામાં આવી રહ્યુ છે. લોકો તાનાશાહી સરકારને વિદાય કરવાનું મન બનાવી ચૂકી છે. મમતા સરકારની વિદાય બાદ લોકો મમતા બેનર્જીના ઘર અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયને શુદ્ધ કરશે.

નોંધનીય વાત એ છે કે TMC અને ભાજપ વચ્ચે પશ્ચિમ બંગાળમાં હંમેશા ચકમક ચાલતી રહે છે. થોડા દિવસો પહેલા જલપાઈગુડીમાં ભાજપની રેલી રોકવા માટે ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ટીએમસી તેમની રેલીને રોકવાની કોશિશ કરી રહી છે. આ પહેલા આ વર્ષે જ્યારે રાજ્યમાં પંચાયતની ચૂંટણી થઈ હતી તો બીરભૂમિમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝડપ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *