TMC નેતા અભિષેક બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહને ફેક્યો ખુલ્લો પડકાર: કહ્યું કે માત્ર દોઢ વર્ષમાં કરશું એવું કે…

TMC સાંસદ અભિષેક બેનર્જીએ મોદી સરકારને પડકાર ફેંકતા કહ્યું કે તેઓ અમને ED અને CBI થી ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે તેમનાથી ડરવાના…

TMC સાંસદ અભિષેક બેનર્જીએ મોદી સરકારને પડકાર ફેંકતા કહ્યું કે તેઓ અમને ED અને CBI થી ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે તેમનાથી ડરવાના નથી.

શનિવારે કોલકાતામાં બોલતા અભિષેક બેનર્જીએ કહ્યું કે, ED અને CBI ને અમારી પાછળ લગાવી દેવામાં આવી છે. જેને લીધે અમારા હૌસલા વધુ મજબૂત બન્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પડકારતા અભિષેકે કહ્યું કે, ‘જો કોઈ માતાના લાલમાં હિંમત હોય તો રોકી બતાવે અમને. આ બંગાળની ધરતી છે. રામ કૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન લોકો અહિયાં જન્મેલા છે.

સાથે વધુમાં તેમણે કહ્યું કે, તેઓ ત્રિપુરાને ભાજપથી છીનવી લેશે. આગામી દોઢ વર્ષમાં ત્રિપુરામાં TMC ની સરકાર બનશે. અહીંની સરકાર ગુંડાની સરકાર નહો હોય. અભિષેકે કહ્યું કે, બંગાળમાં સરકાર લાંબા સમયથી ચાલી રહી છે. સીપીએમ, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બંગાળમાં આવી શકે છે અને સરકારના આવા કેમ્પોનું આયોજન કરી શકે છે. TMC સરકાર તેમને સંપૂર્ણ સુવિધાઓ આપશે.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં આ વર્ષે TMC ફરીથી રાજ્યમાં સત્તા પર આવવામાં સફળ રહી છે. તે જ સમયે, ભાજપ પ્રથમ વખત મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારથી ભાજપ સતત TMC પર હુમલો કરી રહી છે અને તેની નીતિઓ પર સવાલ ઉઠાવી રહી છે. બીજી તરફ, ફરીથી સત્તામાં આવવા માટે ખુશ TMC હવે ત્રિપુરામાં પણ સત્તા કબજે કરવાની યોજના બનાવવા પર કામ કરી રહી છે. ત્રિપુરામાં બંગાળી ભાષી લોકો મોટી સંખ્યામાં છે. તેથી TMC ત્યાં પણ સારા પરિણામની અપેક્ષા રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *