આ છે દેશની સૌથી સુંદર લોકસભા સાંસદ: કઈ પાર્ટીની નેતા છે તે જાણીને ચોંકી જશો

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં લગ્ન બાદ પહેલી વખત સંસદ પહોંચી છે. મોટાભાગના સાંસદોએ શપથ લઈ લીધા છે. પરંતુ નુસરત ના લગ્ન હોવાને કારણે તેઓએ ગઈકાલે શપથ ગ્રહણ કર્યા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. સાથે સાથે બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તીએ પણ પોતાની બેસ્ટ ફ્રેન્ડ નુસરત જહાં સાથે શપથ લીધા હતા.

તૃણમૂલ કોંગ્રેસની ખૂબસૂરત સાંસદ નૂસરત જહાં પાછલા કેટલાક દિવસોથી સમાચારોમાં બની છે. તે હાલમાં જ તુર્કીથી પોતાના લગ્ન સમારંભ પૂર્ણ કરીને ભારત પરત ફરી છે. લગ્ન કરીને પરત આવ્યા બાદ તે ગઈકાલે પહેલી વખત સંસદ ભવન પહોંચી. લગ્નગ્રંથિથી જોડાયેલી નુસરત ટ્રેડિશનલ પોશાકમાં એન્ટ્રી કરી ત્યારથી જ સંસદ ભવન ના પરિસરમાં હાજર લોકો તેને બસ જોઇ જ રહ્યા.

Loading...

આ દરમિયાન નૂસરતના માથે સિંદૂર, હાથમાં મહેંદી અને ચુડીઓ પહેરી હતી. નુસરત એ ગઈકાલે 25 જૂને સંસદમાં પોતાના સાંસદ તરીકેના શપથ લીધા અને સાથે સાથે તેમણે લોકસભા ના સ્પીકર ઓમ બિરલા ને પગે લાગીને આશીર્વાદ પણ લીધા.

મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ એ નુસરતને 17 મી લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપીને દાવ ખેલ્યો હતો. જેમાં તેઓ સફળ પણ થયા દેશભરમાં મિથુન ચક્રવર્તી અને નુસરત જહાં આ સુંદરતાના વખાણ થઈ રહ્યા છે. નુસરત જહા એ સાડી પહેરી હતી. જ્યારે ની ચક્રવર્તી ક્રિમ કલરની ચિકન કલાકારી વાળી સલવાર-કમીઝ પહેરેલી હતી આ બંને સાંસદોએ બંગાળીમાં શપથ લીધા.

બંનેની સુંદરતાને કેમેરામાં કંડારવા માટે સંસદ ભવનમાં ફોટોગ્રાફરોએ પડાપડી કરી હતી અને આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જલદીથી વાયરલ થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.