ગુજરાતના રાજકારણમાં TMCના ધામા: ભાજપશાસિત રાજ્યોને મમતા કરશે ટાર્ગેટ- આ દિવસે ઉજવશે ‘ખેલા હોબે દિવસ’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ મમતા બેનર્જીની પાર્ટી TMC અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે અને ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોને એક કરવાનું…

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ મમતા બેનર્જીની પાર્ટી TMC અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે અને ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોને એક કરવાનું કામ કરી રહી છે. 21 જુલાઈ શહીદ દિવસ પછી TMC હવે 16 ઓગસ્ટના રોજ ‘ખેલા હોબે દિવસ’ સાથે પશ્ચિમ બંગાળ સાથે ભાજપ શાસિત રાજ્યો ગુજરાત , ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, આસામમાં ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે.

આ વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસનું સૂત્ર ‘ખેલા હોબે’ વાયરલ થયા બાદ, ટીએમસી સુપ્રીમોએ જાહેરાત કરી છે કે, 16 ઓગસ્ટને ‘ખેલા હોબે દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. તેમણે કહ્યું છે કે, બંગાળનું ખેલા હોબે સૂત્ર હતું, હવે તે દેશના દરેક રાજ્ય અને દરેક બૂથ પર હશે. આ સૂત્ર હવે માત્ર બંગાળનું જ નહીં, પરંતુ સમગ્ર દેશનું સૂત્ર બની ગયું છે.

ઉત્તર પ્રદેશના TMC નેતાએ જણાવ્યું કે મમતા બેનર્જીની સૂચના મુજબ 16 ઓગસ્ટે ઉત્તરપ્રદેશમાં પણ ‘ખેલા હોબે દિવસ’ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે લખનઉમાં ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવશે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, રમતો યુવાનોમાં ચેતના ફેલાવે છે. યોગીજીની સરકાર આ કાર્યક્રમ કરવા દે છે કે નહીં તે જોવું રહ્યું. TMC દ્વારા આયોજિત કાર્યક્રમથી યોગી કેમ ડરે છે? આ ફૂટબોલ મેચનું આયોજન કોવિડ નિયમોને અનુસરીને કરવામાં આવશે. બીજી બાજુ, ઘેલા હોબ ડે માટે સ્મૃતિચિહનો પણ બનાવવામાં આવી રહ્યા છે. આ દિવસ અન્ય રાજ્યોમાં પણ મનાવવામાં આવશે.

બીજી બાજુ ભાજપ 16 ઓગસ્ટે ‘ખેલા હોબે દિવસ’ની ઉજવણીનો વિરોધ કરી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી રાજ્યપાલ જગદીપ ધનખરને મળ્યા હતા અને દિવસ બદલવાની માંગ કરી હતી. ભાજપનું કહેવું છે કે, મોહમ્મદ અલી ઝીણાએ 16 ઓગસ્ટ, 1946 ને “ડાયરેક્ટ એક્શન ડે” તરીકે જાહેર કર્યો હતો અને દેશભરના મુસ્લિમોને “તમામ વ્યવસાયો સ્થગિત કરવા” ની હાકલ કરી હતી. મુસ્લિમ બહુમતીવાળા પાકિસ્તાન તરફ દોરી જતા દેશને ધાર્મિક ધોરણે વહેંચવાની મુસ્લિમ લીગની માંગને સ્વીકારવા માટે બ્રિટિશ સરકાર પર દબાણ કરવા માટે આ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *