આમ આદમી પાર્ટી ગુજરાત ઉભું કરશે એક નવું જમ્બો સંગઠન- ભાજપને હરાવવા લગાવશે એડી ચોટીનું જોર

ગુજરાત(Gujarat): છેલ્લા ઘણા સમયથી પરિવર્તન યાત્રા(Parivartan Yatra) મારફતે જનાધાર અને સભ્ય સંખ્યા વધારવાના આમ આદમી પાર્ટી(AAP)ના પ્રયાસ સફળ થતા અંતે સમગ્ર સંગઠનને નવું સ્વરૂપ આપવું…

ગુજરાત(Gujarat): છેલ્લા ઘણા સમયથી પરિવર્તન યાત્રા(Parivartan Yatra) મારફતે જનાધાર અને સભ્ય સંખ્યા વધારવાના આમ આદમી પાર્ટી(AAP)ના પ્રયાસ સફળ થતા અંતે સમગ્ર સંગઠનને નવું સ્વરૂપ આપવું પડે તેવી સ્થિતિ સર્જાણી છે. આવા સંજોગોમાં આગામી બે થી ચાર દિવસમાં નવું સંગઠન જાહેર થઇ જશે તેવું આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા(Gopal Italia) અને ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ જણાવતા કહ્યું છે કે, છેલ્લા ઘણા સમયમાં અમારા દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી, ત્રિરંગા યાત્રાઓ પણ અવારનવાર થઇ, જન સંવાદ કાર્યક્રમો થયા, જન સંવેદના મુલાકાત કાર્યક્રમો થયા, એટલે કે પ્રદેશ લેવલમાં અનેક કાર્યક્રમો આમ આદમી પાર્ટી દ્વારા અમલમાં મુકવામાં આવ્યા જેને કારણે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધ્યો છે.

વધુમાં ઉમેરતા કહ્યું છે કે, કેટલાય નવા નવા યુવાનો, આગેવાનો અને વડીલો પાર્ટીમાં જોડાયા. હવે આ જે લોકો જોડાયા છે, તેમના અનુભવનો તેમની ક્ષમતાનો તેમની આવડતનો લાભ આમ આદમી પાર્ટીને મળે અને હાલનું જે સંગઠન છે તે વધુ મોટું અને વિશાળ બને તેવા ઉદેશ્યથી આ સંગઠનના જુના માળખાનો ભંગ કરવામાં આવ્યો છે. અને હવે એક મોટા સંગઠનનું માળખુ આગામી બે થી ચાર દિવસમાં જાહેર થઇ જશે.

ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવતા કહ્યું છે કે, સ્વાભાવિક છે કે, ગુજરાતની વિધાનસભાની ચુંટણી યોજાવવાની છે અને ભાજપને હરાવવાનું છે અને ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે. જેને કારણે ઉર્જાની જરૂર પડશે, ત્યારે આ ઉર્જાને પાર્ટીમાં લાવવા માટે એક વિશાળ ટીમ બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *