સાપને સપનામાં જોવો શુભ કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

‘સપનું’ એક એવો વિષય છે જેના પર જેટલું પણ લખીએ તેટલું ઓછુ પડે. આ વિષય પર અનેક સંશોધનો થયા છે પણ અત્યાર સુધી કોઈ પણ…

‘સપનું’ એક એવો વિષય છે જેના પર જેટલું પણ લખીએ તેટલું ઓછુ પડે. આ વિષય પર અનેક સંશોધનો થયા છે પણ અત્યાર સુધી કોઈ પણ સ્ટડી સપનાની યોગ્ય અર્થ કરી શકી નથી. ઉંઘમાં જોયેલા સોહામણા સ્વપ્ન શા માટે આવે છે, આ વિશે કોઈ ચોક્કસ જાણકારી હજુ સુધી મળી નથી. વૈજ્ઞાનિકો જણાવે છે કે, સપના વ્યકિતની અંદર રહેલી ઈચ્છાઓ અને વિચારોનું પ્રતિબિંબ છે. તો ધર્મ અને જ્યોતિષો તેને કંઈક જુદી રીતે જણાવે છે. ક્યારેક વ્યકિત પોતાના સપનાથી ખુશ હોય છે તો ક્યારેક તે ચિંતામાં મુકાય જાય છે. સપનામાં દેખાયેલી વસ્તુઓ વિશે તે વિચારવા લાગે છે. તેમાં ખાસ જ્યારે સપનામાં સાપના દર્શન થાય તો વ્યકિત હેરાન થઈ જાય છે. કેટલાક લોકો સર્પનું દેખાવું શુભ ગણે છે જ્યારે કેટલાક તેને અશુભ માને છે.

શુભ-અશુભ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે જીવનમાં રાહુના એંધાણ હોય ત્યારે સપનામાં સાપ દેખાતા હોવાનું કહે છે અને તે શુભ છે. જ્યારે કેટલાક પુસ્તકોમાં સાપનું દેખાવું અશુભ પણ મનાય છે.

હરતો-ફરતો સાંપ દેખાય તો?

જો કે સપનામા સાંપ કયા રૂપે દેખાય છે, તેના પર આધાર રાખે છે કે તે અશુભ છે કે શુભ. સામાન્ય રીતે જો તમને સાપને હરતા ફરતા જુઓ તો કહેવાય છે કે વ્યક્તિનું આર્થિક સંકટ દુર થશે.

સાંપ કરડે તો?

સપનામાં જો સાંપ કરડે છે તો તે ચિંતા કરવા લાયક વિષય છે. તેનો અર્થ એ છે કે, આવનારા સમયમાં તમે કોઈ મોટી બિમારીથી પસાર થઈ શકો છો. તમને કોઈ બિમારી થઈ શકે છે.

સપનામાં કાળો નાગ દેખાય તો..

જો તમને સ્વપ્નમાં કાળો નાગ દેખાય તો તેનો અર્થ એ છે કે, વ્યકિતને સન્માન મળશે અને જો તમે જોડીમાં સાંપ જુઓ તો તમને પ્રેમી પાત્ર મળવાનું છે.

સપનામાં સાપ તમારી પાછળ પડે તો..

જો સપનામાં સાપ તમને દોડાવી રહ્યા છે તો સમજી લેજો કે અસલ જીવનમાં તમે કોઈથી ડરો છો, જેનું સમાધાન કરવું અત્યંત જરૂરી છે.

સ્વપ્નમાં મરેલો સાંપ દેખાય તો?

જો સપનામાં મરેલો સાંપ દેખાય તો તેનો અર્થ એ છે કે, તમારી તમામ મુશ્કેલીઓ દુર થવાની છે.

લાંબો કાળો સાપ દેખાય તો?

જો સપનામાં તમને લાંબો કાળો સાંપ દેખાય તો સમજી લેજો કે, તમારી યૌન ઈચ્છા ચરમસીમાએ છે. જો સ્વપ્નમાં સાંપના દાંત દેખાય તો તે નજીકના સંબંધિ કે મિત્ર તમને નુકશાન પહોચાડવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *