અનુષ્કા સ્ટેડીયમમાં હાજર નહોતી તેમછતાં વિરાટે કોને આપી ફ્લાઈંગ કિસ? નામ જાણી તમે પણ કહેશો વાહ!

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. કોહલી આઈપીએલમાં 6000 રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આઈપીએલ-14 ની 16 મી મેચમાં…

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. કોહલી આઈપીએલમાં 6000 રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આઈપીએલ-14 ની 16 મી મેચમાં તેણે આ અનોની સિદ્ધિ હાંસલ કરી હતી. ગુરુવારે તેણે રાજસ્થાન રોયલ્સ (RR) સામે 51 રન બનાવતાંની સાથે જ આ ઐતિહાસિક આંકડાએ પહોંચ્યો હતો. કોહલીએ અણનમ 72 રન (47 બોલમાં) બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. કેપ્ટન કોહલીએ દેવદત્ત પાદિકલ (અણનમ 101) ની સાથે આરસીબીને 10 વિકેટથી જીત અપાવવાની 181 રનની અખંડ ભાગીદારી કરી હતી.

વિરાટ કોહલીએ આઈપીએલની તેની 188 મી ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કર્યું છે. કોહલીના હવે 196 મેચોમાં 6,021 રન છે. કોહલીએ આ રન 38.35 ની સરેરાશ અને 130.69 ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. આ સમય દરમિયાન, વિરાટ કોહલીએ 5 સદી અને 40 અડધી સદી ફટકારી છે.

આ સાથે સાથે IPLની 14 મી સિઝનમાં વિરાટ કોહલીની પહેલી ફિફ્ટી થતા વિરાટે તેની દીકરી વામિકાને ફ્લાઈંગ કિસ આપી હતી અને આ ઇનિંગ્સ તેના નામે કરી હતી. વિરાટે આ સીઝનની પહેલી ફિફટી પોતાની દીકરી વામિકાને ડેડિકેટ કરી હતી. તેણે સૌથી પહેલા બેટ ઊંચું કર્યું, પછી ફ્લાઈંગ કિસ આપીને બાદમાં બેબી સેલિબ્રેશન કર્યું હતું. સોસીયલ મીડિયામાં બાપ દીકરીનો આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં સુરેશ રૈના બીજા નંબરે છે. ‘મિસ્ટર આઈપીએલ’ રૈનાએ અત્યાર સુધીમાં 197 મેચની 192 ઇનિંગ્સમાં 33.21 ની સરેરાશથી 5,448 રન બનાવ્યા છે. આ દરમિયાન રૈનાએ એક સદી અને 39 અડધી સદી મારી છે. સુરેશ રૈના સૌ પ્રથમ વખત આઈપીએલમાં 5,000 રનના આંકડાએ પહોચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *