શેરબજારમાં ફરી સુનામી: ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો; રોકાણકારોમાં હાહાકાર

Stock Market Crash: ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની ખરાબ શરૂઆત થઈ હતી. અને લાલ નિશાન સાથે ખૂલ્યું હતું. દેશમાં બીજી તરફ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તો બીજી બાજુ શેર માર્કેટ ખૂલતાની (Stock Market Crash) સાથે જ સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

મળતી માહિતી અનુસાર, ગયા અઠવાડિયે પણ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી એવામાં આ અઠવાડિયાની શરૂઆતમાં BSE સેન્સેક્સ 239.16 પોઈન્ટના ઘટીને 72,425.31 પર ખુલ્યો હતો.

જો કે એ બાદ વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારપછી BSE સેન્સેક્સ 743.60 પોઈન્ટ્સ અથવા 1.02 ટકાના ઘટાડા સાથે 71,921.87 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.તે જ સમયે નિફ્ટી પણ 0.51 ટકા અથવા 113 પોઇન્ટના ઘટાડા સાથે 21,941 પોઇન્ટ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

ટાટાના આ શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો
નિફ્ટીના શેરોમાં ટાટા મોટર્સમાં 7.51 ટકા, બીપીસીએલમાં 1.58 ટકા, હીરો મોટો કોર્પમાં 1.34 ટકા, જેએસડબલ્યુ સ્ટીલમાં 1.34 ટકા અને એસબીઆઈમાં 1.26 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, સિપ્લાએ 5.77 ટકા, HDFC લાઇફ 1.59 ટકા, બ્રિટાનિયા 0.80 ટકા, આઇશર મોટર્સ 0.74 ટકા અને સન ફાર્મામાં 0.63 ટકાનો વધારો જોવા મળ્યો હતો.