આજે રિલીઝ થઈ છે ત્રણ ફિલ્મો, ઋષિ કપૂર અને જીમ્મી શેરગીલ ની ફિલ્મો પર ભારે પડશે લાયન કિંગ…….

આ શુક્રવારે બોક્સ ઓફિસમાં ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે. જેમાં હોલીવુડ મુવી ની ધ લાયન કિંગ ની સાથે ફેમેલી ઓફ ઠાકોરગંજ અને જુઠા કહી કા…

આ શુક્રવારે બોક્સ ઓફિસમાં ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે. જેમાં હોલીવુડ મુવી ની ધ લાયન કિંગ ની સાથે ફેમેલી ઓફ ઠાકોરગંજ અને જુઠા કહી કા જેવી બે ફિલ્મો પણ સાથે રિલીઝ થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ધ લાયન કિંગ આ બે બોલીવુડ ફિલ્મ પર ભારે પડશે. આ ત્રણ ફિલ્મો માંથી સૌથી વધુ ચર્ચા ડિઝની સ્ટુડિયો ની ધ લાયન કિંગ ની ફિલ્મ પર થઈ રહી છે. તેનું ખાસ કારણ આ મુવીમાં શાહરુખ ખાન અને તેનો છોકરો આર્યન ખાન ની સૌથી પહેલી ફિલ્મ બનેલી છે. ધ લાયન કિંગ ની લીડ મુસાફર અને સિમ્બા માટે શાહરૂખ ખાન અને તેનો છોકરો આર્યન ખાન ની અવાજ દેવામાં આવી છે.

ધ લાયન કિંગ ની સામે નાના બજેટની બે ફિલ્મો પણ સિનેમા ઘર માં આજે જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં જીમ્મી શેરગીલ, માહી ગિલ, સૌરભ શુક્લા, સુધીર પાંડે, અને સુપ્રિયા આ ફિલ્મમાં રોલ કરી રહ્યા હતા. મુવી માં દેખાડવામાં આવી રહ્યું છે કે મોર્ડન સોસાયટીનો એક સાધારણ પરિવારમાં ટ્રેડિશનલ વેલકયું શું અસર કરે છે. ત્યારબાદ આ ફિલ્મની ટીમ કપિલ શર્મા ના શોમાં પ્રમોશન માટે પહોંચી હતી.

જીમ્મી શેરગેલ ની સાથે નવી ફિલ્મ જુઠા કહી કા આજે જ રિલીઝ થઈ છે. સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આ ફિલ્મમાં ઋષિ કપૂર,મનોજ જોશી અને ઓમકાર કપૂરનો રોલ જોવા મળે છે. ન્યૂયોર્કમાં કેન્સરનો ઈલાજ કરાવી રહેલા ઋષિ કપૂરની આ પહેલી રિલીઝ થયેલી ફિલ્મ છે.

માનવામાં આવે છે કે ધ લાયલ કિંગ આ બંને ફિલ્મો પર ભારે પડશે. લાયલ કિંગ ની સ્ટોરી ખૂબ જ દમદાર હોય તેવું જાણવા મળી રહ્યું છે. ધ લાયન કિંગ ફિલ્મને ખૂબ જ સારા રિવ્યૂ મળેલા છે. આ એક ફેમીલી મૂવી છે. ખાસ કરીને બાળકોની વચ્ચે આ ધ લાયન  કિંગ ફિલ્મ નો ક્રેઝ ની ચર્ચા જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *