આજ નું રાશી ભવિષ્ય,તારીખ : ૨૧ – ઓગષ્ટ – ૨૦૧૯, બુધવાર

Published on Trishul News at 9:50 AM, Wed, 21 August 2019

Last modified on August 21st, 2019 at 9:53 AM

મેષ રાશી ભવિષ્ય

ધ્યાન રાહત લાવશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. લોકો તમને નવી આશાઓ તથા સપનાં આપશે-પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઊડી ગયો છે, તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો

વૃષભ રાશી ભવિષ્ય

બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. નાના ભાઈ કે બહેન તમારી મદદ માગી શકે છે. તમારા રૉમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

મિથુન રાશી ભવિષ્ય

સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે આથી તમે શું ખાવ-પીઓ છો તે અંગે સાવચેત રહેજો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી-પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

કર્ક રાશી ભવિષ્ય

આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

સિંહ રાશી ભવિષ્ય 

દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે.

કન્યા રાશી ભવિષ્ય

જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. સારૂં ભોજન, રોમેન્ટિક ક્ષણો, આજે આ બધું જ તમને મળવાની આગાહી છે.

તુલા રાશી ભવિષ્ય

સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે. આજે કોઈની છેડતી કરશો નહીં. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો- ઑફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટૅન્શન તમારા મગજને ઘેરો ઘાલશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. બહુ સારૂં ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે.

વૃશ્ચિક રાશી ભવિષ્ય

તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. તમે જો વધારે પડતા દયાળુપણ વર્તશો તો-તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. તમારી હિંમત પ્રેમ અપાવશે. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારૂં બધું કૌવત કામે લગાડો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.

ધન રાશી ભવિષ્ય

તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. તમે જ્યારે જૂથમાં હો ત્યારે તમે શું હોલો છો તેના પર ધ્યાન આપો-તમારી આવેશપૂર્ણ ટિપ્પણી માટે તમારી ભારે ટીકા થઈ શકે છે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે. સારૂં ભોજન, સુગંધ,ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો.

મકર રાશી ભવિષ્ય

જૂના મિત્ર સાથે પુર્નમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. લગ્ન બાદ, પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો.

કુંભ રાશી ભવિષ્ય

પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે. પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે, જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારૂં પુરવાર થશે. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

મીન રાશી ભવિષ્ય

ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યચતા છે, જે તમને વ્યથિત કરી શકે છે.

 

Be the first to comment on "આજ નું રાશી ભવિષ્ય,તારીખ : ૨૧ – ઓગષ્ટ – ૨૦૧૯, બુધવાર"

Leave a comment

Your email address will not be published.


*