ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ખેલાડી સાથે કોચે એવું તો શું કર્યું કે, વિડીયો સોસિયલ મીડિયામાં થયો ધડાધડ વાયરલ

Published on: 12:48 pm, Fri, 30 July 21

ટોક્યો ઓલિમ્પિકમાં હાર બાદ એક મહિલા ખેલાડીને અનોખી સરપ્રાઈઝ મળી હતી. આ ઘટનાએ મહિલા ખેલાડીના દુઃખને હળવું કરી દીધું હતું. કારણ કે, આ મહિલા ખેલાડીને સૌથી મોટી ઇવેન્ટમાં તેના જીવનની સૌથી મોટી સરપ્રાઈઝ મળી હતી.

આર્જેન્ટિનાની મારિયા બેલેન પેરેઝ મોરિસ ઓલિમ્પિકમાં મહિલા ફેન્સિંગના પ્રથમ રાઉન્ડમાં હારતા તેને ઓલમ્પિક માંથી બહાર થઇ હતી. જેના કારણે તે વધુ દુઃખી થઇ હતી. આ દરમિયાન તલવારબાજ મારિયા બેલેન સાથે કંઈક એવું થયું કે, જેના કારણે તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. કારણ કે તેના કોચ લુકાસ ગિલેર્મો સોસેડએ તેને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. મહિલા ખેલાડી મારિયા બેલેને પણ આ પ્રસ્તાવને સ્વીકાર્યો હતો.

તમને જણાવી દઈએ કે, હંગરી સાથેની મેચમાં મારિયા બેલેનને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ હાર બાદ તેના કોચે એક પોસ્ટર હાથમાં રાખી મહિલા ખેલાડીની સામે રાખ્યું હતું. આ પોસ્ટરમાં સ્પેનિશ ભાષામાં લખ્યું હતું કે, ‘શું તું મારી સાથે લગ્ન કરીશ?’

કોચ લુકાસ (લુકાસ ગિલેર્મો સોસેડો)એ ઘૂંટણ પર બેસીને મારિયા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનથી મારિયા ખુશ થઇ હતી અને તેણે આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. કોચે મહિલા ખેલાડીને કહ્યું હતું કે, ‘જલ્દી હા બોલી દે, બધા રાહ જોઈ રહ્યા છે!’

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મારિયા અને લુકાસ છેલ્લા ૧૭ વર્ષથી રિલેશનશિપમાં હતા. આ પહેલા પણ લુકાસે મારિયાને વર્ષ ૨૦૧૦માં પ્રપોઝ કર્યો હતો પરંતુ ત્યારે તેણે ચોખ્ખી ના પાડી હતી. પરંતુ છેવટે તેણે હા પાડી દીધી છે. ટોક્યો ઓલમ્પિકનો આ વિડીયો હાલ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.