પાકિસ્તાને જાતે પોતાના પગ ઉપર કુહાડી મારી, ટમેટા અને કાંદા થયા મોંઘા.

જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 રદ થવાના કારણે પાકિસ્તાન ખૂબ જ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યું છે. હવે પાકિસ્તાન ભારત સાથે કોઈપણ વસ્તુ ની ખરીદી કરી…

જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 રદ થવાના કારણે પાકિસ્તાન ખૂબ જ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યું છે. હવે પાકિસ્તાન ભારત સાથે કોઈપણ વસ્તુ ની ખરીદી કરી શકશે નહિ અને ભારતને પણ કોઈ વસ્તુ આપશે નહીં. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવા અને રાજ્યના પુનગઠન ના વિરોધમાં ભારત સાથે બધો જ વેપાર સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાનને ભારતનો વિરોધ કરવાનો આ નિર્ણય હવે તેમના પર જ ભારે પડી રહ્યો છે. પાકિસ્તાન ઉપર ભારતની નિર્બળતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે જ્યારે પાકિસ્તાન ભારત પર સૌથી વધુ નિર્ભર રહે છે. પાકિસ્તાન કાંદા અને ટમાટા જેવી અન્ય ખાદ્ય પદાર્થો ભારતથી મંગાવી રહ્યા હતા. પાડોશી દેશને રોજબરોજની જરૂરિયાતો સંતોષવા માટે પણ ભારત ઉપર આધાર રાખવો પડે છે.

ભારત સાથે વેપાર બંધ કરવાનો નિર્ણય લઈને પાકિસ્તાન પોતે જ પ્રભાવિત થયું છે. ફેડરેશન ઓફ એક્સપોર્ટ ઓર્ગેનાઇઝર ડિરેક્ટર જનરલ અજય સહાય ના જણાવ્યા મુજબ,”વેપાર અટકાવવા થી ભારત કરતાં પાકિસ્તાનમાં વધારે નુકસાન થશે તે આપણા ઉપર વધારે નિર્ભયતા રાખે છે.”

પાકિસ્તાન તરફથી ભારતને મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજ્જો આપવામાં નથી આવ્યો. આથી ભારત લિમિટેડ વસ્તુઓનો જ નિકાસ કરી શકે છે. આવામાં પાકિસ્તાનનો આ નિર્ણય તેમના માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફોરેન ટ્રેડ ના પ્રોફેસર રાકેશ મોહન જોષીના જણાવ્યા મુજબ,”પાકિસ્તાનના બિઝનેસ કારોબાર પર અસર પડશે. તે ટામેટા અને ડુંગળી માટે પણ ભારત પર નિર્ભર રહે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *