દેશના ટોપ 5 મુખ્યમંત્રીમાં ભાજપના એકપણ નહી, રૂપાણીનો નંબર જાણીને કહેશો નાક કપાવ્યું…

Published on: 12:51 pm, Sat, 16 January 21

દેશભરમાં કાર્યક્ષમતાની દ્રષ્ટિએ મુખ્યમંત્રીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કાર્યક્ષમતાની દ્રષ્ટિએ ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અને ત્રીજા ક્રમે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનું નામ સામે આવ્યું હતું. જયારે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીમુખ્યમંત્રી તરીકેની પોતાની કામગીરીમાં ચોથા ક્રમે આવ્યા હતા.

દેશભરમાં કાર્યક્ષમતાની દ્રષ્ટિએ મુખ્યમંત્રીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દર્શાવે છે કે, એનડીએ અને બિન-કોંગ્રેસ શાસિત રાજ્યોએ શ્રેષ્ઠ નંબરો મેળવ્યા છે. ઓડિશાના સીએમ નવીન પટનાયક. 78% રેટિંગ સાથે ચાર્ટમાં ટોચ પર છે, ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 77% સાથે બીજા નંબર પર છે.

ગુજરાતની વાત કરીએ તો 46.74 % સાથે વિજય રૂપાણીને દસમો નંબર મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ જ્યારથી પ્રધાનમંત્રી પદ સંભાળ્યું ત્યારથી ગુજરાતને નરેન્દ્ર મોદી જેટલા લોકપ્રિય નેતા મળ્યા નથી. ગુજરાત માટે આ એક ખુબ જ શરમજનક બાબત કહી શકાય છે.

અત્રે ઉલેખનીય છે કે, સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાનપદે રહેવાનો વિક્રમ પણ ઓરિસાના નવીન પટનાઇકનો છે, પટનાઇકને સર્વેમાં આશરે 79 ટકા (78.81) લોકોએ મત આપ્યો હતો. બીજી બાજુ ભાજપ શાસિત ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંઘ રાવતને માત્ર 0.41 ટકા મતો મળ્યા હતા. એટલે કે રાવત દેશમાં સૌથી ખરાબ વહીવટકર્તા છે એમ કહી શકાય.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળેલા 77 ટકા મતોમાં 57 ટકા લોકો ખૂબ સંતુષ્ટ
આઇએએનએસ સી-વોટર સ્ટે ઑફ ધ નેશન-2021 સર્વેમાં આ પરિણામો પ્રગટ થયા હતા. ઓરિસામાં 68.57 ટકા લોકો પટનાઇકના કામથી ખુશ હતા. 20 ટકા લોકો ઠીક ઠીક ખુશ હતા અને દસ ટકા લોકો નારાજ હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળેલા 77 ટકા મતોમાં 57 ટકા લોકો ખૂબ સંતુષ્ટ હતા, 31 ટકા લોકો ઠીક ઠીક સંતુષ્ટ હતા અને 11 ટકા લોકો નારાજ હતા.

YSR કોંગ્રેસ પાર્ટીના જગન મોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજા ક્રમે
YSR કોંગ્રેસ પાર્ટીના જગન મોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજા ક્રમે આવ્યા હતા. તેમને 66.83 ટકા મતો મળ્યા હતા. રાજ્યના માત્ર 16 ટકા લોકો એમના કામથી નારાજ હતા. બાકીના બધા સંતુષ્ટ હતા. ભાજપ શાસિત ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંઘ રાવત છેક 23મા સ્થાન પર હતા. રાજ્યના માત્ર 26 ટકા લોકો તેમના કામથી સંતુષ્ટ હતા. 49 ટકા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં રાવત માટે નારાજી અને નાખુશી વ્યક્ત કરી હતી. બાકીનાએ કહ્યું કે રાવત ઠીક છે. બીજા જે બે મુખ્ય પ્રધાનોને ખરાબનું રેંકિંગ મળ્યું છે એ બંને પંજાબ અને હરિયાણાના છે.

હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના કામથી માત્ર 23 ટકા લોકો ખુશ
છેલ્લા દોઢ મહિનાથી દિલ્હીના સીમાડે ચાલી રહેલ આંદોલનમાં મોટા ભાગના કહેવાતા ખેડૂતો પણ પંજાબ અને હરિયાણાના છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના કામથી માત્ર 23 ટકા લોકો ખુશ હતા જ્યારે પંજાબમાં કેપ્ટન અમરીન્દર સિંઘના કામથી 22 ટકા લોકો ખુશ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle