કોરોના વચ્ચે ઇન્જેકશનની કાળાબજારી કરતા આ વ્યક્તિની ધરપકડ

કોરોના સક્રમીત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસિલીજુમાબ ઇન્જેકશનના કાળાબજાર કરવાના પ્રકરણમાં સુરતના વેસુની મે. સાર્થક ફાર્માને એક વાયલના રૂ. 50,000ના ભાવ મુજબ 3…

કોરોના સક્રમીત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસિલીજુમાબ ઇન્જેકશનના કાળાબજાર કરવાના પ્રકરણમાં સુરતના વેસુની મે. સાર્થક ફાર્માને એક વાયલના રૂ. 50,000ના ભાવ મુજબ 3 વાયલ વેચાણ કરનાર અડાજણના  ન્યુ શાંતિ મેડિસીનના માલિકની પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગે કોરોના સક્રમીત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસિલીજુમાબ નામના ઇન્જેકશનની એમઆરપી રૂા. 40,545 હોવા છતા ઉંચા ભાવે વેચાણ કરી કાળાબજાર થતા હોવાનૌ કૌભાંડને સામે લાવ્પયા હતા.

જેમાં વેસુની મે. સાર્થક ફાર્માએ છુટક વેચાણનો પરવાનો નહિ હોવા છતા રૂા. 40,545 ની એમઆરપીના ટોસિલીજુમાબ ઇન્જેકશન રૂા. 57,000માં બિલ વગર વેચાણ કરતા રંગેહાથ ઝડપી પાડયા હતા. સાર્થક ફાર્માના માલિક ઉમા સાકેત કેજરીવાલએ ઇન્જેકશન પાલ ગેલેક્ષી સર્કલ નજીક ગેલેક્ષી એન્કલેવમાં દુકાન નં. યુજી 10 માં ન્યુ શાંતિ મેડિસીનમાંથી એક વાયલના રૂા. 50,000 ના ભાવે 3 વાયલના રોકડા ચુકવી ખરીદયા હતા.

ફુડ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડેલા કૌભાંડમાં ઉપરોકત બે ફાર્મા પેઢી ઉપરાંત અમદાવાદની મે. કે.બી.વી. ફાર્મા એજન્સીના અમિત મંછારામણી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસ, સાર્થક ફાર્માના ઉમાબેનના અમદાવાદ ખાતે રહેતા સંબંધી અભિષેક અને અમદાવાદની ધ્રૃવિ ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ સોલંકી અને મુંબઇના ભાવેશ નામની પણ સંડોવણી બહાર આવી હતી.

આ પ્રકરણમાં ઉમરા પોલીસ મથકના પીએસઆઇ જે.જી. પરમારે આજ રોજ અડાજણની ન્યુ શાંતિ મેડિસીનના માલિક મિતુલ મહેન્દ્ર શાહ (રહે. વાત્સલ્ય હાઇટ્સ, ગ્રીન એવેન્યુની સામે, અડાજણ) ની ધરપકડ કરી છે અને આવતી કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જયારે એમઆરપી કરતા વધુ ભાવે ઇન્જેકશન વેચાણ કરતા રંગેહાથ ઝડપાનાર મે. સાર્થક ફાર્માના ઉમાબેન કેજરીવાલની ઓફિસ અને ઘરે પોલીસે દરોડા પાડયા હતા. પરંતુ તેઓ અંડરગ્રાઉન્ડ થઇ જતા પોલીસને હાથ લાગ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *