લઠ્ઠાકાંડમાં અનેક પરિવારો થયા બરબાદ- સતત વધી રહેલો મૃત્યુઆંક જાણો ક્યાં પહોચ્યો?

ગુજરાત(Gujarat): બોટાદ(Botad)ના બરવાળા લઠ્ઠાકાંડે(Barwala Lathtakand) તો અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યાછે. કારણ કે આ ઝેરી દારૂએ કોઇનો પતિ છીનવી લીધો, તો આ દારુએ કોઇનો દીકરો…

ગુજરાત(Gujarat): બોટાદ(Botad)ના બરવાળા લઠ્ઠાકાંડે(Barwala Lathtakand) તો અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યાછે. કારણ કે આ ઝેરી દારૂએ કોઇનો પતિ છીનવી લીધો, તો આ દારુએ કોઇનો દીકરો છીનવી લીધો. જેને કારણે અનેક પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. ત્યારે અમે જણાવી દઇએ કે, આ ગંભીર ઘટનામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 41 લોકોના મૃત્યુ(41 people died) થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

કયા ગામના કેટલા લોકોના થયા મોત?
લઠ્ઠાકાંડમાં રોજીદ ગામમાં 10, ચદરવા ગામમાં 3, અણિયાળી ગામમાં  3, આકરું ગામમાં 3, ઉચડી ગામમાં 2, ભીમનાથ ગામમાં 1, કુદડા ગામમાં 2, ખરડ ગામમાં 1, વહિયા ગામમાં 2, સુંદરણીયા ગામમાં 1, પોલારપુર ગામમાં 2, દેવગણા ગામમાં 5, વેજલકા ગામમાં 1 અને રાણપરી ગામમાં 3 લોકોના મોત થયા છે.

કહેવામાં આવે છે કે, ગુજરાતમાં તો દારૂબંધી છે અને તે પણ બધાને ખબર છે. પરંતુ રાજ્યમાં ગલીએ ગલીએ દારૂ મળી રહ્યો છે, દેશી હોય કે ઈંગ્લિશ બુટલેગરો ઘર સુધી દારૂની ડિલીવરી આપી રહ્યા છે અને કોઈનો પણ ડર રાખ્યા વગર બેફામ બની રહ્યા. પણ આ બધું કોની રહેમનજર હેઠળ થઈ રહ્યું છે એ પણ બધા જાણતા જ હશું. પરંતુ આ રહેમનજર બોટાદના લઠ્ઠાકાંડમાં કેટલાંક પરિવારને બરબાદ કરી નાખ્યા છે. કારણ કે આ ઝેરી દારૂએ કોઇનો પતિ છીનવી લીધો, તો આ દારુએ કોઇનો દીકરો છીનવી લીધો

મળતી માહિતી અનુસાર, જેમાં ભાવનગર સિવિલમાં કુલ 88 દર્દીઓને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જેમાંથી હાલમાં 72 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય 2 દર્દીઓની હાલત હજુ ગંભીર છે. તો બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. તો અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જો વાત કરવામાં આવે તો આ ઘટનામાં ધંધુકા, બરવાળા અને રાણપુરમાં મળીને 3 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બરવાળામાં નામજોગ 14 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બરવાળા 14માંથી 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાણપુરમાં 11 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો ધંધુકામાં 8 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામની ધરપકડ કરી લેવામાં આવી છે.

ત્યારે આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે કડકાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનો આપી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *