દુકાનની સામે ઉભેલા કાપડના વેપારીને આવ્યો હાર્ટએટેક, ભર બજારે જ ઢળી પડ્યા- જુઓ મોતનો LIVE વિડીયો 

Published on: 1:52 pm, Thu, 25 November 21

યુપી(UP)ના સહારનપુર(Saharanpur)માં દુકાનની સામે ઉભેલા કાપડના વેપારી(Cloth Trader)ને અચાનક હાર્ટ એટેક(Heart Attack) આવ્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું. મોતની આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ સીસીટીવી ફૂટેજ(CCTV footage) સોશિયલ મીડિયા(Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વેપારીનું નામ અમિત કાલરા જણાવવામાં આવી રહ્યું છે, જે એક દુકાન પર ઊભો હતો. અચાનક તે ઠોકર ખાઈને જમીન પર પડી ગયો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઘટના રવિવારની બપોરેની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, કાપડના વેપારી અમિત કાલરા હિરણમારન ખાતે દુકાનનો સામાન લેવા ગયા હતા, જ્યાં તેઓ દુકાનની સામે ઉભા હતા અને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રવિવારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

નવીન મ્યુનિસિપલ કોર્પોરેશનના કાપડના વેપારીનું આકસ્મિક મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. અમિત કાલરા રસ્તા પર પડતાં જ નજીકના લોકોએ તેને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. રવિવારે મૃત્યુનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.