ચાઈનાને બરબાદ કરવા માટે ભારતીયો કરવા જઈ રહ્યા છે આ કામ- ચીનને થશે કરોડો અરબોનું નુકશાન

Published on Trishul News at 6:17 PM, Wed, 10 June 2020

Last modified on June 10th, 2020 at 6:17 PM

દેશના કરોડો છૂટક તેમજ જથ્થાબંધ વેપારીઓ ચીનમાંથી આયાત કરવામાં આવેલ માલનો બહિષ્કાર કરવા માટે બુધવારે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા વેપારીઓની યોજના ડિસેમ્બર 2021 સુધી ચીનથી આયાત કરવામાં આવતા એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન કરવાના છે.

બની ચૂક્યું છે લિસ્ટ

ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના અંતર્ગત વેપારીઓએ લગભગ 3000 એવી વસ્તુઓનું લીસ્ટ બનાવ્યું છે જેનો મોટો ભાગ ચીનથી આયાત કરવામાં આવે છે, અને જેનો વિકલ્પ ભારતમાં હાજર છે અથવા તૈયાર કરવામાં આવી શકે છે. CAIT જે લિસ્ટ બનાવ્યું છે તેમાં મુખ્યત્વે ઈલેક્ટ્રોનિક સામાન, FMCG સામાન, રમકડા, ભેટ આપવાની વસ્તુઓ, કપડાઓ, ઘડિયાળ તેમજ અન્ય ઘણા પ્રકારના પ્લાસ્ટિકના ઉત્પાદનો સામેલ છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય કરાર લગભગ 81.6 અરબ ડોલરનો થયો હતો. જેમાંથી ચીનથી આવનાર સામાન એટલે કે આયાત લગભગ 65.26 અરબ ડોલરનો હતો.

ચીનની ચાલ હવે નહીં ચાલે

CAIT ના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ કહે છે કે વર્ષ ૨૦૦૧માં ચીનથી થનારું આયાત લગભગ ૨ અરબ ડોલરનું હતું. પરંતુ છેલ્લા ૨૦ વર્ષમાં આ વધીને ૭૦ કરોડ ડોલર પહોંચી ગયો છે. એટલે કે તેમાં ૩૫૦૦ ટકાનો જબરદસ્ત વધારો થયો છે. તેનાથી ખબર પડે છે કે તેમણે ભારતના લોકલ માર્કેટ પર કબજો જમાવવાની રણનીતિ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "ચાઈનાને બરબાદ કરવા માટે ભારતીયો કરવા જઈ રહ્યા છે આ કામ- ચીનને થશે કરોડો અરબોનું નુકશાન"

Leave a comment

Your email address will not be published.


*