બેદરકારીએ ચાર વર્ષના બાળકનો લીધો જીવ, પિતાએ માસુમ પર ચડાવી દીધી કાર- જુઓ કાળજું કંપાવી નાખે તેવો વિડીયો

Published on: 3:21 pm, Wed, 24 November 21

થોડી બેદરકારીએ ચાર વર્ષની માસૂમ અને તેના પિતાને કાયમ માટે અલગ કરી દીધા. વાસ્તવમાં, હૈદરાબાદ(Hyderabad)ના એલબી નગર(LB town)માં રવિવારે આવી ઘટના બની, જેને સાંભળીને કે જોયા પછી કોઈપણનું કંપી ઉઠશે. અહીંના મનસૂરાબાદમાં એક પિતાએ અકસ્માતે(Accident video) પોતાના ચાર વર્ષના બાળક પર કાર ચડાવી દીધી, જેના કારણે તેનું મોત નીપજ્યું. પોલીસનું કહેવું છે કે, ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાળક ઘરની બહાર રમતું જોવા મળે છે.

કરુણ અકસ્માત કેવી રીતે થયો:
CCTV ફૂટેજમાં SUV કાર એક એપાર્ટમેન્ટની બહાર પાર્ક કરેલી જોવા મળે છે. દરમિયાન, ચાર વર્ષનું બાળક એપાર્ટમેન્ટમાંથી બહાર આવે છે અને કારની આસપાસ રમવાનું શરૂ કરે છે. થોડી વાર પછી એક વ્યક્તિ કારમાં બેઠેલો દેખાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે બાળકના પિતા લક્ષ્મણ છે, જે આ જ એપાર્ટમેન્ટમાં ગાર્ડ તરીકે કામ કરે છે. લક્ષ્મણ કાર ચલાવે છે, પરંતુ તેઓ તેમના બાળકની કાળજી લેતા નથી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બાળક પર કાર ચઢી જાય છે. જ્યારે લક્ષ્મણને આ વિશે ખબર પડે છે, ત્યારે તે તેના પુત્રને ઉપાડીને એપાર્ટમેન્ટ તરફ ભાગી જાય છે.

હોસ્પિટલમાં થયું મૃત્યુ:
પોલીસે જણાવ્યું કે કારની નીચે આવી જતાં બાળક ખરાબ રીતે ઘાયલ થયો હતો, તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, તેઓ ઘટનાની વધુ તપાસ કરી રહ્યા છે.

રવિવારના રોજ સવારની છે આ ઘટના:
જણાવી દઈએ કે, આ દુઃખદ ઘટના રવિવાર સવારની છે. પોલીસે જણાવ્યા મુજબ આ વ્યક્તિ ચોકીદારનું કામ કરી રહ્યો હતો. જેણે પાછળ જોયા વગર કારને રિવર્સ કરી દીધી હતી અને આગળ લેતાની સાથે જ તેમનું બાળક નીચે આવી જતા અંતે તેમનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.