ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ટ્રકના ચાર પૈડા ચાલી ગયા યુવાન પર- હેલ્મેટનો થયો ભુક્કો- જુઓ અકસ્માતના લાઈવ સીસીટીવી

સુરતમાં વધુ એક યુવાને રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેનું હેલેમેટ પણ તેને બચાવી ન શક્યું. આ ઘટના સીસીટીવી માં કેદ થઇ ગઈ હતી જેના પરથી અંદાજ આવી શકે છે કે આ અકસ્માત કેટલો ભયંક હતો. સુરતમાં બાઇક સ્લીપ થવાની ઘટના છાશવારે બનતી હોય છે.આવી જ એક ઘટના સુરતના પાંડેસરા ના કૈલાશ નગર ચોકડી પાસે બની છે.

સુરતના પાંડેસરા ના કૈલાસ નગર ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ સવાર નું મૃત્યુ થયું હતું. આ અકસ્માત સુરત મનપાની ગાર્બેજ કલેક્શન વાહન સાથે થયો હોવાની વાત સામે આવી છે. આ વિડીયો બે વખત ક્લિક કર્યા બાદ ખુલશે.

આ ઘટનામાં મહાનગરપાલિકાની કચરા ઉઠાવવા જતી ગાડી અકસ્માત સર્જાયો હતો. તેની સાથે અકસ્માત થયો હતો. આખી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જે તમે અહીંયા જોઈ શકો છો. અકસ્માતમાં બાઇક સવારે પહેરેલા હેલમેટના ટુકડા થઈ ગયા હતા.

હાલમાં પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બાઇક સવાર ના માથાના ભાગે હેલ્મેટ પહેર્યું હોવા છતાં મોટી ઇજાઓ આવી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટનામાં હેલમેટના પણ ટુકડા થઈ જવા પામ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP