પુર ઝડપે જઈ રહેલ કાર ST બસ પાછળ ઘુસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તો વધી જ રહ્યું છે અને ઘણા લોકો કોરોનાને લીધે મૃત્યુ પામી રહ્યા છે ત્યારે બીજી બાજુ અનેક અકસ્માત સર્જાઈ રહ્યા…

ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તો વધી જ રહ્યું છે અને ઘણા લોકો કોરોનાને લીધે મૃત્યુ પામી રહ્યા છે ત્યારે બીજી બાજુ અનેક અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે પણ આ ગંભીર અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામે છે. ત્યારે ફરી એક વાર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, ચાલો વિસ્તૃત જાણકારી મેળવીએ સમગ્ર ઘટના વિશે…

સમગ્ર ગુજરાત રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે અને મોટા ભાગે હાઇવે પર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે તેમાં ઘણા લોકો મૃત્યુ પામે છે. ત્યારે નડિયાદની નજીકથી પસાર થઈ રહેલા અમદાવાદ અને વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર તારીખ 28 એપ્રિલને બુધવારના રોજ સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત એવી રીતે સર્જાયો હતો કે પુર ઝડપે જઈ રહેલી કાર પર કાબુ ન રહેતા કાર ST બસ પાછળ ઘુસી ગઈ હતી અને અકસ્માત સ્થળ પર જ એક વ્યક્તિનું મોત થયું હતું અને બીજા અન્ય એક વ્યક્તિનું શરૂ સારવાર દરમ્યાન  મોત થયું હતું. આ સમગ્ર અકસ્માત દરિમયાન 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચકલાસી પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોચી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

ખેડા જીલ્લાના નડિયાદ નજીકથી નીકળતો અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પર સાંજે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં કાર પર કાબુ ન રહેવાના કારણે આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં એસ.ટી બસ પાછળ કાર ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત દરમ્યાન કારનો  આગળનો ભાગ બસ પાછળ ઘુસી જવાને કારણે કચડાઈ ગયો હતો.

આ ભયંકર અકસ્માત દરમ્યાન કાર ચલાવી રહેલ વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું અને સાથે આ કારમાં બેસેલા અન્ય 5 વ્યક્તિઓને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં હોસ્પીટલમાં દાખલ કરેલા વ્યક્તિમાંથી 1 વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ચાલકનો મૃતદેહના ખુબ જ ખરાબ હાલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *