માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: રેલ્વે ટ્રેક પર રમતા બે બાળકોને ટ્રેને અડફેટે લેતા નીપજ્યા કરુણ મોત

રાજકોટ(ગુજરાત): તાજેતરમાં રાજકોટમાંથી માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા આ દરમિયાન અચાનક…

રાજકોટ(ગુજરાત): તાજેતરમાં રાજકોટમાંથી માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા આ દરમિયાન અચાનક ટ્રેન આવી ગઈ હતી અને બાળકો કઈં સમજે તે પહેલા જ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેમાં બંને બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા માતા-પિતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને બાળકોની લાશ જોઈ માતા-પિતાની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. તેમનું દુ:ખ જોઈ લોકોની આંખમાંથી પણ ભીની થઇ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, જેતપુરમાં બે બાળકો રમતા-રમતા ભાદર નદીના રેલવે પુલ પર પહોંચી ગયા હતા. આ દરમિયાન અચાનક ટ્રેક પર ટ્રેન આવી જતા બે બાળકોના ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. હાલમાં બંને બાળકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બાળકોના માતા-પિતાની રોઈ-રોઈને હાલત ખરાબ થઈ ગઈ છે.

જાણવા મળ્યું છે કે, જેતપુરમાં ભાદર નદીના પુલ નજીક એક કારખાનામાં પરપ્રાંતિય મજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના બે બાળકો રમતા-રમતા પોતાની મસ્તીમાં રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા. ત્યારે ત્રિવેન્દ્રપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન આવી ગઈ અને બંને બાળકો કઈં સમજે તે પહેલા જ ટ્રેનની અડફેટે બંને બાળકો ફંગોળાઈ ગયા હતા.

આ ઘટનામાં બંને બાળકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. આ દર્દનાક ઘટનાબાદ લોકો એકઠા થવા લાગ્યા હતા અને બાળકોના માતા-પિતા પણ પહોંચી ગયા હતા. તેમણે પોતાના બાળકોની લોહીથી લથબથ લાશ જોતા, ત્યાં જ ભાંગી પડ્યા હતા. બાળકોને બાથમાં લઈ બંને રડવા લાગ્યા જતા આ દ્રશ્ય જોઈ હાજર તમામ લોકોની આંખમા પણ આંસુ આવી ગયા હતા.

ક્યારેક બાળકો માતા-પિતાને છેતરી એવી મસ્તી કરી બેસે છે, કે તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય. આ દુર્ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. હાલમાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને બંને બાળકોના મૃતદેહને હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા અકસ્માત મામલે પુછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *