પ્રેમ કહાનીનો કરુણ અંત! વલસાડમાં પ્રેમિકાનું ગળું દવાવી, પોતે પણ કરી લીધો આપઘાત, માતા પિતાને શું સમજવું?

વલસાડ(Valsad): હત્યા(Murder) તેમજ આપઘાતના કિસ્સાઓ ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ચકચારી ઘટના વલસાડ(Valsad) જીલ્લામાંથી સામે આવી છે. અહીં, રોનવેલ(Ronwell) ગામ ખાતે…

વલસાડ(Valsad): હત્યા(Murder) તેમજ આપઘાતના કિસ્સાઓ ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ચકચારી ઘટના વલસાડ(Valsad) જીલ્લામાંથી સામે આવી છે. અહીં, રોનવેલ(Ronwell) ગામ ખાતે એક પ્રેમી (Lover)એ તેની પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. ત્યારપછી તેણે પણ તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. હત્યા અને આપઘાતના બનાવથી પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. હાલ આ મુદ્દો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

મળતી માહિતી અનુસાર, મૃતક યુવક અને યુવતીનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ હત્યાકાંડ અને આપઘાતનો બનાવ પ્રેમી યુગલ વચ્ચે સામાન્ય ઝઘડા બાદ બન્યો હતો. જોકે, બંને વચ્ચે કઈ વાતને લઈને ઝઘડો થયો હતો તે જાણી શકાયું નથી. સામાન્ય ઝઘડાને કારણે યુવકે પહેલા પોતાની પ્રેમિકાની હત્યા કરી, આ પછી પોતે પણ તળાવમાં કુદી આપઘાત કરી લીધો હતો.

ઘરમાં ઘૂસીને હત્યા:
વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ અનુસાર વલસાડના રોણવેલ ગામે રહેતી યુવતી અને નાની સરોણ ગામના સ્મિત પટેલ વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા અને બાદમાં પ્રેમસંબંધ થયો હતો. જેથી ગત 22મી મેના રોજ પાયલ પોતાના ઘરે એકલી જ હતી ત્યારે પ્રેમી સ્મિત પટેલ તેના ઘરે આવી પહોંચ્યો હતો. પાયલના માતાપિતા બહારગામ ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સ્મિત પટેલે યુવતીને મોતને ઘાટ ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે તપાસ શરૂ કરી:
પાયલના માતાપિતા બહાર ગયા હોવાથી તેના કાકા અને કાકી તેના ઘરે આવ્યા હતા. યુવતી ઘરે એકલી હતી, તેથી દરવાજો અંદરથી બંધ હતો, શંકા જતા ચેક કરતા પાયલ ઘરમાં પલંગમાં મૃત અવસ્થામાં પડેલી મળી આવી હતી. જે બાદમાં તેના કાકા અને કાકીએ ગ્રામજનો અને પાયલના માતાપિતાને જાણ કરી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શરૂઆતથી જ આ કેસમાં શંકાની સોય પાયલના પ્રેમી સ્મિત તરફ તાંકવામાં આવી હતી.

સ્મિત પટેલનો આપઘાત:
શંકાના આધારે વલસાડ રૂરલ પોલીસે સ્મિત પટેલના ઘરે જઈને તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. પોલીસે વધુ શોધખોળ કરતા તળાવના કિનારે સ્મિત પટેલની બાઈક અને મોબાઈલ મળી આવ્યા હતા. જે બાદમાં પોલીસને સ્મિત પટેલે આપઘાત કર્યો હોવાનું લાગતા તરવૈયાઓની મદદ લઈને મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન 23મી તારીખે સવારે તળાવમાંથી સ્મિતનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *