ટ્રેક્ટર પલટી જતા સર્જાયો ગંભીર અકસ્માત, ચાલક સહિત ત્રણના કરૂણ મોત

Published on: 1:21 pm, Thu, 10 June 21

આજકાલ અકસ્માતના કેસોમાં સત વધારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ દરમિયાન ફરી વાર એક અકસ્માત સામે આવ્યો છે જેમાં ભચાઉ તાલુકાના શિવલખા પાસે આવેલા સોલાર પ્લાન્ટ નજીક વળાંક ઉપર ટ્રેક્ટર પલટી મારી જતાં નીચે દબાયેલા ચાલક સહિત ત્રણ જણાના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. આ ઉપરાંત ત્રણ જણા ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ, મુળ ઉત્તરપ્રદેશના હાલે શિવલખા બેકબોન સોલાર પ્લાન્ટ ખાતે રહેતા લક્ષ્મીનારાયણ રામધાર નિસાદે લાકડિયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગઈકાલે મોડી રાત્રે બનેલી આ જીવલેણ ઘટનામાં તેઓ, રાકેશકુમાર વિજયશંકર નિસાદ, રાહુલ રવિશંકર નિસાદ, ફરિયાદીના ભાઇ વેજનાથ રામધાર નિસાદ, બબલુકુમાર ફાગુરામ, અર્જુન દશરથ નિસાદ, લવકુશ રાજારામ નિસાદ, રાજેશકુમાર સુરજબલી નિસાદ, સોલાર પ્લાન્ટની પ્લેટો સફાઇ કરવાનું કામ કરી ટ્રેક્ટર ટેન્કર લઇને મોડી રાત્રે રૂમ તરફ જઇ રહ્યા હતા.

આ દરમિયાન વણાક ઉપર જ ટ્રેક્ટર ચાલક રાહુલ રવિશંકર નિસાદે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. જેમાં ટેન્કર નીચે દબાતાં તેમના 19 વર્ષીય ભાઇ વેજનાથ રામધાર નિસાદ, 20 વર્ષીય ટ્રેક્ટર ચાલક રાહુલ અને 19 વર્ષીય બબલુકુમાર ફાગુરામ કુમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત લવકુશ, રાજેશકુમાર અર્જુનદાસને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.

આ દરમિયાન ફરિયાદી લક્ષ્મીનારાયણ અને રાકેશકુમાર કૂદી ગયા હતા જેથી બન્નેને ઇજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે. તેમની ફરિયાદના આધારે લાકડિયા પોલીસ દ્વારા મૃત ટ્રેક્ટર ચાલક રાહુલ રવિશંકર નિસાદ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ ઇજાગ્રસ્તોને લાકડિયા ખાતે પ્રાથમીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે અન્યત્ર જગ્યાએ લઇ જવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.