અક્ષય કુમારનું મસમોટી પાઘડી અને ઘેઘૂર દાઢી સાથે ‘કેસરી’નું વીરરસથી છલકાતું ટ્રેલર રિલીઝ

ફિલ્મ ‘પેડમેન’ની સફળતા બાદ હવે બોલિવુડના એક્ટર અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાને ચમકાવતી ઘર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલર એકદમ શાનદાર…

ફિલ્મ ‘પેડમેન’ની સફળતા બાદ હવે બોલિવુડના એક્ટર અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાને ચમકાવતી ઘર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલર એકદમ શાનદાર છે જેમાં અક્ષય કુમાર હાથમાં તલવાર સાથે સિખના રૂપમાં જોવા મળ્યો. ફિલ્મના ટ્રેલરને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

3.05 મિનિટના આ ટ્રેલરમાં અક્ષય કુમાર મસમોટી પાઘડી અને ઘેઘૂર દાઢી સાથે સિખ સૈનિક તરીકે દેખાઈ રહ્યો છે. અક્ષયે સોશિયલ મીડિયા પર આ ટ્રેલર શેર કરીને લખ્યું કે વીરતા, બલિદાન અને બહાદૂરીની અત્યાર સુધી ક્યારેય સામે ન આવેલી વાર્તા.

આ ફિલ્મમાં અક્ષય કુમાર ઈશર સિંઘની ભૂમિકામાં દેખાશે. 12 સપ્ટેમ્બર, 1897ના રોજ હવાલદાર ઈશર સિંઘની સિખ રેજિમેન્ટે નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સના સારાગઢી ખાતે કેટલાય કલાકો સુધી દસ હજાર અફઘાની સૈનિકોની સામે ઝીંક ઝીલી હતી.

રેજિમેન્ટને પૂરેપૂરી ખાતરી હતી કે તેઓ માત્ર મુઠ્ઠીભર સૈનિકો છે, જે દસ હજાર અફઘાની સૈનિકોની સામે ટકી શકશે નહીં. તેમ છતાં તેઓએ છેલ્લી ઘડી સુધી હિંમત ન હારી. અક્ષય કુમારે ગયા વર્ષે 12 સપ્ટેમ્બર, સારાગઢી ડે પર જ આ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો.

કેસરીના ડિરેક્ટર અનુરાગ સિંઘ છે, જેમણે પંજાબી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘જટ્ટ એન્ડ જુલિયેટ’ બનાવી હતી. કેસરી 21 માર્ચ હોળીના તહેવાર પર રિલીઝ થશે.

આવી છે યુદ્ધની સ્ટોરી?

બેટલ ઓફ સારાગઢી, બ્રિટિશ સેનાની 36મી રેજિમેન્ટ, કે જે હવે સિખ રેજીમેન્ટના નામથી ઓળખાય છે, તેની અને અફઘાન કબિલાઈઓ વચ્ચે યુદ્ધ થયું હતું. જેની સૌથી રસપ્રદ વાત એ છે કે આપણા 21 જવાનની સામે તેઓ 10 હજારની સંખ્યામાં હતા.

આ યુદ્ધ સવારથી લઈને સાંજ સુધી ચાલ્યું. આ યુદ્ધના બે દિવસ બાદ બ્રિટિશ આર્મીએ ફરી આ પોસ્ટ પર કબ્જો મેળવી લીધો. ભારતીય સૈનિકોને તે વખતે બ્રિટિશ સામ્રાજ્ય તરફથી બહાદુરીનો સર્વોચ્ચ પુરસ્કાર ઈન્ડિયન ઓર્ડર ઓફ મેરિટ એનાયત કરાયો હતો. આ પુરસ્કાર આજના પરમવીર ચક્ર બરાબર છે. આ યુદ્ધમાં સિખ જવાનોએ 10 હજાર અફઘાની સૈનિકો સામે લડ્યા અને તેમાંથી 600ને ઠાર કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *