દિવાળી પેહલા સુરતમાં આવકવેરાના 100 થી વધુ અધિકારીઓની બદલી

આવકવેરા વિભાગમાં દિવાળી પહેલાં બદલીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ફેસલેસ એસેસમેન્ટ અને અપીલની સિસ્ટમ અમલી બન્યા બાદ આ કામગીરીને ધ્યાનમાં રાખીને જ હાલ બદલીઓ…

આવકવેરા વિભાગમાં દિવાળી પહેલાં બદલીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ફેસલેસ એસેસમેન્ટ અને અપીલની સિસ્ટમ અમલી બન્યા બાદ આ કામગીરીને ધ્યાનમાં રાખીને જ હાલ બદલીઓ કરાઈ રહી છે.

જેમાં સુરતમાં 100થી વધુ અધિકારીઓની આંતરિક બદલીઓ થઈ છે. જેમાં એડિશનલ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને આઇટીઓનો સમાવેશ થાય છે.

ઇન્વેસ્ટિગેશન વિંગનો હવાલો કોની પાસે રહેશે એ હજી નક્કી થયું નથી. સર્વે અને સર્ચ કરવાની કામગીરી હાલ માત્ર વિંગના ખભા પર છે આથી વિંગમાં આવવા માટે પણ ભારે લોબિંગ થઈ રહ્યુ હોવાની ચર્ચા છે.

આ લોબિંગને રોકવા માટે આવક વેરા વિભાગે આ આંતરિક બદલી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી આવકવેરા વિભાગમાં થતો ભ્રષ્ટાચાર રોકી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *