ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મુખ્યમંત્રીને સુરત સિવિલના ડોક્ટર વિરુદ્ધ થયેલી ફરિયાદ બાદ કરાયો મોટો નિર્ણય

સુરત સિવિલ હોસ્પિટલ ના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેનો હવાલો સંભાળતા ડો. પ્રીતિ કાપડિયાએ ટ્રોમા સેન્ટરમાં કોરોના દર્દીઓની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારથી વિવાદો થયા હતા. ડો. પ્રીતિ કાપડિયાના આ નિર્ણયથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ લેખિત વિરોધ કરી આરોગ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી.

કોરોના વાઈરસની ચાલતી મહામારી દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સંખ્યાબંધ વિવાદો ચાલી રહ્યા છે. આ વિવાદોને પગલે ડો. પીતિ કાપડિયાની વધારાના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેના ચાર્જ પરથી હકાલપટ્ટી કરી ગાયનેક વિભાગના વડા ડો.રાગીની વર્માને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે સિવિલના ભૂતપૂર્વ સપરિન્ટેન્ડેન્ટ ડો. મહેશકુમાર વાડેલની ઓએસડી (ઓફિસર સ્પેશિયલ ડ્યૂટી) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ઉભી થયેલી પાણીની સમસ્યા, કોરોનાના દર્દી ભાગી જવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુતરા-બિલાડા ફરવા, શંકાસ્પદ દર્દીને પોઝિટીવ દર્દીઓ વચ્ચે રિફર કરવા વગેરે .

OSD તરીકે 3 મહિના માટે નિવૃત સુપ્રી.ડો મહેશ વાઢેલને બોલાવામાં આવ્યા છે. પેહલા કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહને કીધા વગર અંતિમવિધિ કરાઈ હતી. જેના કારણે પ્રીતિ કાપડિયા વિવાદોમાં આવ્યા હતા. બીજી તરફ પાર્કિંગમાં મૃતદેહો મળી આવતા હતા અને દર્દીઓને ઇન્જેક્શન આપતા ન હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈના પણ ફોન ના ઉપાડતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો ઉઠી હતી.

જેને પગલે શનિવારે સુરત પધારેલા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ સાંસદ સીઆર પાટીલે પણ ડો. પ્રીતિ કાપડિયાના સ્થાને નવા સુપરિન્ટેન્ડેન્ટને મુકવા માંગ કરી હતી. આ દરમિયાન રવિવારે બપોરે ડો. કાપડિયાના સ્થાને ગાયનેક વિભાગના વડા ડો. રાગીની વર્માનો ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેનો ઓર્ડર થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: