‘મારો પતિ ઘરે નથી..’ તેવું કહીને પત્ની અન્ય પુરુષોને બોલાવતી હતી ઘરે અને પછી….

Published on Trishul News at 4:54 PM, Sat, 8 May 2021

Last modified on May 8th, 2021 at 4:54 PM

ગુજરાતમાં અવાર-નવાર હનીટ્રેપની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત રાજકોટ પોલીસે હનીટ્રેપમાં ફસાવીને યુવાન પાસેથી રૂપિયા ખંખેરતી ટોળકીની એક યુવતી, બે GRD જવાન સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. યુવતીનો પતિ સ્પા ચલાવતો હોવાથી તેના કોન્ટેક્ટ ડેટાબેઝનો ઉપયોગ કરી GRD જવાન મદદથી પોલીસ ઓળખ આપી રૂપિયા ખંખેરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ પોલીસે આશિષ મારડીયા, અલ્પા મારડીયા, જય પરમાર, શુભમ શીશાંગીયા અને રિતેશ ફેકર નામના શખ્સોની ધરકડ કરવામાં આવી છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો આરોપી આશિષ મારડીયા સ્પા ચલાવતો હતો, જેથી તેની પાસે ખૂબ મોટો કોન્ટેક્ટ ડેટા બેઝ હતો. જેનો ઉપયોગ કરી તે તેની પત્ની પાસેથી ફોન કરાવી હનીટ્રેપ કરાવતો હતો. થોડા દિવસ પૂર્વે આરોપી અલ્પા મારડીયાએ મોરબીના શખ્સને ઘરે તેનો પતિ નથી કહી તેવુ બોલાવ્યો હતો. બાદમાં પાછળથી યુવતીનો પતિ આશિષ અને બે GRD જવાન પહોંચી ગયા હતા અને પોલીસની ઓળખ આપી તેની પાસેથી રૂપિયા 21500 પડાવી લીધા હતા અને બાદમાં રૂપિયા 2 લાખની માંગણી કરવામાં આવી હતી. જેની ફરિયાદની આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસનાં કહેવા પ્રમાણે, આરોપી આશિષ મારડીયા સ્પા ચલાવતો હોવાથી તેની પાસે કોન્ટેક્ટ ડેટા બેઝ હોય જેનો ઉપયોગ કરી તેની પત્નિ પાસે પુરુષોને ફોન કરી ઘરે કોઈ નથી કહી અંગત પળ માણવા બોલાવતા હતા. જેમાં પુરુષ ઘરમાં પ્રવેશ કરે સાથે જ પાછળથી તેનો પતિ આશિષ અને તાલુકા પોલીસમાં ફરજ બજાવતા બે GRD જવાન પહોંચી જતા હતા અને તેઓ પોલીસની ઓળખ આપી રૂપિયાની માંગણી કરતા હતા. આ ટોળકી દ્વારા વધુ લોકો સાથે હનીટ્રેપ કરી હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી છે.

યુવાનોને અંગતપળ માણવા ઘરે બોલાવી બાદમાં તેની પાસેથી રૂપિયા પડાવી ફસાવીને હનીટ્રેપનો શિકાર કરતી ટોળકીને પોલીસે જેલનાં સળિયા ગણતી કરી દીધી છે. જોકે મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં અવાર નવાર આ પ્રકારનાં ગુનાઓ સામે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટોળકીમાં પોલીસે 2 GRD જવાનની પણ ધરપકડ કરી છે, જે પોતે પોલીસની ઓળખ આપતા હતા. ત્યારે પોલીસ આરોપીઓ પાસેથી કેટલા ગુનાઓની કબૂલાત કરાવી શકે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "‘મારો પતિ ઘરે નથી..’ તેવું કહીને પત્ની અન્ય પુરુષોને બોલાવતી હતી ઘરે અને પછી…."

Leave a comment

Your email address will not be published.


*