સુરત વધુ એક સામુહિક દુષ્કર્મથી ધ્રુજ્યું: પ્રેમીએ પોતાના મિત્રો સાથે મળી ફાર્મ હાઉસ પર લઇ જઈ કર્યું કુકર્મ

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે.

સુરતના કામરેજમાં બે સંતાનના પિતાએ વરાછાની યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. યુવકે પ્રેમિકા સાથે માણેલી અંગત પળો મોબાઈલમાં કેદ કરી લીધા હતા અને ત્યાર બાદ આ ફોટા-વીડિયો મિત્રોને આપી દીધા હતા. પ્રેમીએ તરછોડી દીધા બાદ તેના બે મિત્રોએ ફોટા-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી યુવતીને ફોર્મમાં લઈ જઈ છેડતી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, વરાછા ખાતે રહેતી 25 વર્ષીય પીડિતા ઘરમાં લેસપટ્ટીનું કામ કરે છે. કામરેજના ખોલવડ ખાતે અમૃતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો સાગર વેલજીભાઈ ગજેરા બે સંતાનનો પિતા છે. સાગર પીડિતા પ્રેમિલાને લેસપટ્ટીનું કામ આપતો હતો. આ દરમિયાન સાગરે પ્રેમિલાને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી.

લગ્નની લાલચ આપી તેને પ્રેમિલા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. સાગરે પ્રેમિલા સાથેની અંગત પળોના ચોરીછૂપીથી મોબાઈલમાં ફોટાં પાડી લેવા સાથે વીડિયો પણ ઉતારી લીધો હતો. જે ફોટાં અને વીડિયો તેને મિત્રો જસ્મીન બોડા અને રમેશ ઘોઘારીને આપી દીધા હતા. દરમિયાન કોઈક બાબતે ખટરાગ ઉભો થતા સાગરે પ્રેમિલાને તરછોડી દીધી હતી. ત્યારબાદ સાગરના બે મિત્રો જસ્મીન અને રમેશે આ ફોટાં અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી પીડિતાને કામરેજના ફોર્મમાં ઉપાડી જઈ શારીરિક અડપલાં કર્યા હતા અને ધાકધમકી પણ આપી હતી.

આખરે પીડિતાએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સાગર, જસ્મીન અને રમેશ ઘોઘારી(કુંભાર) સામે બળાત્કાર, છેડતી, ધાકધમકી અને આઈટી એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ આદરી છે. પોલીસે સાગરને ઉંચકી લાવી પુછપરછ શરુ કરી છે. સાગરે યુવતીના ફોટા કોને કોને ફોરવર્ડ કર્યા હતા એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાગરે તેના મોબાઈલમાંથી ડિલીટ કર્યા હોય એવા ડેટા રિકવર કરવા ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ પણ લેવાશે એવું સૂત્રો થકી જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે ગુનેગારોની ધરપકડ કરીને અટકાયત કરી છે.

2 દિવસ અગાઉ પણ ગુજરાતના રાજકોટમાં અનલોકના પ્રથમ દિવસે જ 3 વર્ષની બાળકી સાથે અડપલા ની ઘટના સામે આવી હતી. રાજકોટના લોહાનગરમાં ઘર પાસે રમી રહેલ બાળકીને બિસ્કીટની લાલચ આપી અન્ય સ્થળે લઈ જઈને અડપલા કરતા આરોપીને બાળકીના માતાપિતાએ રંગે હાથ ઝડપી પડ્યો હતો. ત્યારબાદ આરોપીને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે હાલ આરોપીની અટકાયત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *