ધુળેટી ઉજવે એ પહેલાં જ પટેલ પરિવારને માર્ગમાં થયો કાળનો ભેટો- કાર કેનાલમાં ખાબકતાં પરિવારના આટલા લોકોના થયા મોત

Published on: 3:28 pm, Mon, 29 March 21

હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. અનેક લોકોને પોતાનો અથવા તો પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં ધૂળેટીનાં પર્વ પર બનેલ ભયંકર માર્ગ અકસ્માતની ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.

સુરત શહેરના કતારગામથી રાત્રિના સમયે ઓલપાડના એરથાણ બાજુ જતી કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. ટકારગામ ગામ પાસે રાત્રિના સમયે સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવી બેસતા કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. જેને લીધે કારમાં સવાર 2 લોકોના મોત થયા હતાં.

જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ધૂળેટીની ઉજવણી માટે પરિવાર રાત્રિના સમયે ફાર્મ હાઉસ બાજુ જઈ રહ્યો હતો. આ દરમિયાન સર્જાયેલ ભયંકર માર્ગ અકસ્માત પછી કીમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

traveling from surat to olpad overturned in canal two killed accident on the way to farm » Trishul News Gujarati Breaking News

કતારગામ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પરિવારના સભ્યોમાં 28 વર્ષીય મયુરભાઈ બાબુભાઇ ગાબાણી કાર લઈને ઓલપાડના એરથાણ ગામના એલિફન્ટા ફાર્મ હાઉસમાં ધુળેટી નિમિતે ઉજવણી કરવાં માટે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ટકારમા ગામ પાસે સ્ટીયરીગ પરથી કાબૂ ગૂમાવી બેસતા કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી.

પાંચ વ્યક્તિ ડૂબ્યા હતા :
કાર કેનાલમાં ખાબકતા એક માસુમ સહિત 5 લોકો ડૂબી ગયાં હતાં. મયુરભાઈ તેમજ એના મિત્રનો 2 વર્ષનો માસૂમ દીકરો અર્જુન શૈલેષનું પાણીમાં ડૂબવાંથી મોત થયું હતું. પત્ની શીતલ, સહિત તથા રિન્કુ તેમજ બીજી એક યુવતીને ગંભીર ઇજા પહોંચતા શહેરની કિરણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

traveling from surat to olpad overturned in canal two killed accident on the way to farm1 » Trishul News Gujarati Breaking News

રંગોનો તહેવારે શોકના માહોલમાં ફેરવાયો :
પરિવારના માસૂમ અર્જુન તથા મયુરનું પોસ્ટ મોર્ટમ ઓલપાડમાં કરવામાં આવ્યું હતું. મયુર ગઈકાલે મોડી રાત્રે ફાર્મ પર જવા માટે નીકળ્યો હતો. હોળીના તહેવારમાં જ 2 લોકોના મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કોરોના સંક્રમણને લીધે સરકારે ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હોવાને લીધે પરિવાર ફાર્મમાં ઉજવણી માટે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.