Big Breaking: એકસાથે 2 પૂર્વ મુખ્યમંત્રીઓ પર રાજદ્રોહ, જાણો વિગતો

લોકસભા ચૂંટણી દરમિયાન આયકર વિભાગના છાપા મારીના વિરોધમાં પૂર્વ મુખ્યમંત્રીઓ સિદ્ધારમૈયા અને કુમાર સ્વામી ની સાથે સાથે કોંગ્રેસ જેડીએસ ગઠબંધનના સાંસદો અને ધારાસભ્યો એ વિરોધ…

લોકસભા ચૂંટણી દરમિયાન આયકર વિભાગના છાપા મારીના વિરોધમાં પૂર્વ મુખ્યમંત્રીઓ સિદ્ધારમૈયા અને કુમાર સ્વામી ની સાથે સાથે કોંગ્રેસ જેડીએસ ગઠબંધનના સાંસદો અને ધારાસભ્યો એ વિરોધ કર્યો હતો. અદાલતે પોલીસને આપરાધિક ષડયંત્ર રચવા અને ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવા ની કોશિશ કરવા માટે કેસ નોંધવાનું નિર્દેશ કર્યું હતું.

કર્ણાટક પોલીસે રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીઓ સિદ્ધારમૈયા અને એચડી કુમાર સ્વામી ની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કર્યો છે. બંને મુખ્યમંત્રીઓ ની સાથે સાથે બેંગ્લોરના તત્કાલીન પોલીસ આયુક્ત  ટી સુનિલકુમાર અને તેની સાથે શામેલ પોલીસ કર્મીઓ તેમજ કોંગ્રેસ અને જેડીએસ ના કેટલાક નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો છે.

આ કેસ લોકસભા ચૂંટણી દરમિયાન આઈકર વિભાગ દ્વારા કરવામાં આવેલ છાપા મારી ના વિરોધ કરવા માટે નોંધવામાં આવ્યો છે. મલ્લિકાર્જુન નામના એક સામાજિક કાર્યકર્તા એ આરોપ લગાવ્યો હતો કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી કુમાર સ્વામીએ જેડીએસ અને કોંગ્રેસના નેતાઓના આવાસ અને ઓફિસો પર આયકર વિભાગની છાપે મારીની આગોતરી જાણકારી આપી દીધી હતી.

કોંગ્રેસ અને જેડીએસ એ નેતાઓના ઘરે આયકર વિભાગની છાપે મારી ના વિરોધમાં બેંગ્લોર વિભાગના તત્કાલીન મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી સહિત અન્ય નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઇન્ડિયા ટુડે ના રિપોર્ટ અનુસાર ગઈ 27 માર્ચે કુમાર સ્વામી ની શિવાય તત્કાલીન મુખ્યમંત્રી જી પરમેશ્વર, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારના મંત્રીઓ સાંસદો અને તત્કાલીન ગઠબંધનના ધારાસભ્યોએ 27 માર્ચના રોજ બેંગ્લોરના queens road આયકર વિભાગના કાર્યાલય સામે પ્રદર્શન કર્યું હતું અને કહ્યું હતું કે આયકર વિભાગની છાપેમારી એ સ્પષ્ટ રીતે ચૂંટણી આચાર સહિતા નું ઉલંઘન છે.

મલીકા અર્જુન ની ફરિયાદના આધારે અદાલતે પોલીસને આપણા ષડ્યંત્ર રચવા અને ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવા ની કોશિશ કરવા બદલ આઈપીસીની અલગ અલગ ધારાઓ હેઠળ કેસ નોંધવાનો આદેશ કર્યો હતો.

સાથે સાથે જે અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી જી પરમેશ્વર, ડીકે શિવકુમાર પ્રદેશ, કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ, તત્કાલીન પોલીસ ઉપઆયુક્ત રાહુલ કુમાર અને ડી દેવરાજુ શહીદ તમામ ચૂંટણી અધિકારીઓ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *