ચાર વર્ષથી મા પાસેથી પૈસા લઇને દીકરી ચલાવી રહી હતી ઘર, મા નું મૃત્યુ થતાં ત્રણ તલાક દઈને કાઢી મૂકી..

Published on Trishul News at 12:30 PM, Sat, 20 July 2019

Last modified on July 21st, 2019 at 10:26 AM

સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાક ને લઈને 22 વર્ષની એક મહિલાએ ગુનો નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યું છે મહિલાના સાસરીયા પક્ષ ઉપર ઘરેલુ હિંસા, દહેજ પ્રથા અને ત્રીપલ કલાક ને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

2015માં જાસ્મિન શેખ ના લગ્ન અક્રમ પીર મોહમ્મદ સાથે થયા હતા. લગ્નના એક મહિના બાદ થી સાસુ શમ્મી માં, સસરા તીર મહમદ અને જેઠાણી રસિદા ઘરના કામને લઈને ઝઘડો કરવા લાગી.ત્યારે અક્રમ પત્નીને લઈને ભાડાના ઘરમાં રાંદેર જિમખાના પાસે રહેવા લાગ્યા. પરંતુ ભાડાના પૈસા પણ પત્ની પાસેથી માગવા લાગ્યો. પૈસા ન આપતા પત્નીને પિયરમાં મૂકી આવ્યો.

થોડા દિવસ બાદ અક્રમ પત્નીને મળવા પહોંચ્યો અને કહ્યું કે ચાલીસ હજાર રૂપિયા રીક્ષા ખરીદવા માટે જોઈએ છે. યાસ્મીન ની માં એ ગમે તે રીતે પૈસાની વ્યવસ્થા કરી. પતિ-પત્ની ફરીથી ભાડાના મકાનમાં જ રહેવા લાગ્યા. અક્રમ ફરી ઘર ખર્ચ અને શાળા માટે પત્ની ને હેરાન કરવા લાગ્યો. યાસ્મીન માતાએ પરી પૈસા આપ્યા. પરંતુ ૬ જૂનના દિવસે માતા નું મૃત્યુ થયું અને પૈસા મળવાના બંધ થઈ ગયા જ્યારે તમે પોતાની પત્નીને ત્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢી મૂકી.

સંસદમાં આવતા અઠવાડિયે રજૂ થઈ શકે છે ત્રિપલ તલાક બિલ.

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ એ જણાવ્યું કે સદનમાં આવતા અઠવાડિયે ત્રિપલ તલાક ને લઈને બિલ રજૂ કરવામાં આવશે. જો કે સંસદનું સત્ર 26 જુલાઈના દિવસે સમાપ્ત થઈ રહ્યું છે. પરંતુ ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાના બાકી છે. તેવામાં 2 ઓગસ્ટ સુધી સત્ર વધારી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ચાર વર્ષથી મા પાસેથી પૈસા લઇને દીકરી ચલાવી રહી હતી ઘર, મા નું મૃત્યુ થતાં ત્રણ તલાક દઈને કાઢી મૂકી.."

Leave a comment

Your email address will not be published.


*