કાળજું કંપાવનારો ત્રિપલ અકસ્માત- રક્ષાબંધનના દિવસે જ 6 લોકોને ભરખી ગયો કાળ, આરોપી બીજું કોઈ નહિ પણ…

ગુજરાત(Gujarat): આણંદ(Anand) જિલ્લાના સોજીત્રા(Sojitra) ખાતે રક્ષાબંધનના તહેવારે જ કાળજું કંપાવી દે તેવી ઘટના ઘટી હતી. જેમાં કાર, બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર ત્રિપલ અકસ્માત(A…

ગુજરાત(Gujarat): આણંદ(Anand) જિલ્લાના સોજીત્રા(Sojitra) ખાતે રક્ષાબંધનના તહેવારે જ કાળજું કંપાવી દે તેવી ઘટના ઘટી હતી. જેમાં કાર, બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર ત્રિપલ અકસ્માત(A triple accident)ના ગોઝારા બનાવમાં ઘટના સ્થળે એક સાથે 6 લોકોના મોત થતા સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામી હતી. મૃતક 3 સભ્યો એક જ પરિવારના હોવાથી પરિવારમાં કાળો કલ્પાંત છવાય ગયો હતો.

આ સાથે જ ઇજાગ્રત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, કારચાલક ધારાસભ્ય પૂનમચંદ પરમારના જમાઇ હોવાનું સામે આવ્યું હતું. ધારાસભ્ય પૂનમચંદ પરમારના જમાઇ કેતન પઢિયાર કાર ચલાવી રહ્યો હતો. આ બાજુ હવે અકસ્માતનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસની તપાસ દરમિયાન કારમાંથી MLA ગુજરાત લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું. મહત્વનું છે કે, ધારાસભ્યના જમાઇને અકસ્માતમાં ઇજા થતાં સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા કેતન પઢિયાર સામે માનવવધ કલમ 304 હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દારુ પીધો હોવાનો આક્ષેપ:
સોશિયલ મીડિયામાં ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેતન પઢિયાર પોતે આ વિડીયોમાં લથડીયા ખાતો નજરે પડી રહ્યો છે. આ તરફ કેતન પઢીયાર નશો કરી ગાડી ચલાવતો હોવાનો સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. વિડીયોમાં સ્થાનિકો કેતન પર દારુ પીધો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. વિડીયોમાં મૃતકોના મૃતદેહ બહાર કાઢતા કેતન પઢીયાર લથડીયા ખાતો નજરે ચડ્યો હતો.

આરોપી બીજું કોઈ નહિ પણ…
આ અકસ્માત મામલે હવે કાર ચાલક કેતન પઢીયાર MLAના જમાઈનું હોવાનુ સામે આવ્યું છે. આ સાથે તે વ્યવસાયે વકીલ હોવાનું પણ બહાર આવ્યું છે. આ બાજુ હવે અકસ્માતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ડ્રાઈવર કેતન પઢીયાર લથડિયા ખાતો નજરે ચડી રહ્યો છે. આ તરફ કેતન પઢીયાર નશો કરી ગાડી ચલાવતો હોવાનો સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે.

ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત:
ગોઝારા અકસ્માતમાં યાસીન મોહમદભાઈ વ્હોરા (ઉ.વ.38), વિણાબહેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.44), જાનવીબહેન, વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.17), જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.14), યોગેશકુમાર રાજેશભાઈ ઓડ (ઉ.વ.20, રહે. બોરિયાવી) અને સંદીપભાઈ ઠાકોરભાઈ ઓડ (ઉ.વ.19, રહે. બોરિયાવી)ના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *